Home /News /national-international /

ન્યૂયોર્કની એક ફાઈવ સ્ટાર હોટલમાં છે નીરવ મોદી

ન્યૂયોર્કની એક ફાઈવ સ્ટાર હોટલમાં છે નીરવ મોદી

  પંજાબ નેશનલ બેંકના કૌભાંડના આરોપી નીરવ મોદી અત્યારે ન્યૂયોર્કમાં છે. CNN News18ને મળેલ એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે નીરવ ન્યૂયોર્કના એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે. આ હોટલ નીરવ મોદીના ન્યૂયોર્ક સ્થિત લક્સરી મેડીસીન એવન્યૂ જ્વેલરી રિટેલ સ્ટોર પાસે જ આવેલી છે. નીરવ ત્યાં છે તેની પૃષ્ટિ હોટલ મેનેજમેન્ટ તરફથી થઈ છે.

  જણાવી દઈએ કે કાલે જ ઈડીએ નીરવ મોદીની 5100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલ સંપત્તિમાં જ્વેલરી, સોના અને રોકડ રકમ સામેલ છે. ઈડીએ પાસપોર્ટ અધિકારીઓ સાથે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અમી મોદીના પાસપોર્ટ રદ કરવાની માગ કરી છે. પંજાબ નેશનલ બેંક (PNB)સાથે જોડાયેલ લગભગ 11330 કરોડ રૂપિયાના ઘોટાળામાં એફઆઈઆર નોંધાયા પહેલાથી જ આના મુખ્ય સૂત્રધાર અને ડાયમંડ વેપારી નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયો હતો. સૂત્રો પ્રમાણે નીરવ 1 જાન્યુઆરીના રોજ જ દેશ છોડીને ભાગી ગયો હતો.

  આ ઉપરાંત અત્યાર સુધીની આ કેસની મુખ્ય વાતો જાણો

  -આ ઘોટાળા બાદ PNBનાં શેર્સ બુધવારે 10 ટકા તુટ્યા છે. જેમાં રોકાણકારોનાં 3000 કરોડ રૂપિયા ડુબી ગયા છે. આ PNBની કુલ માર્કેટ કેપિટલાઇઝેશનનો ત્રીજો ભાગ છે. ઘોટાળામાં PNBનાં 10 અધિકારીઓ-કર્મચારીઓનાં નામ સાથે જ અરબપતિ ડાયમંડનો વેપારી નીરવ મોદી અને ગીતાંજલી જેમ્સનો પ્રમુખ મેહુલ ચોક્સીનું નામ પણ શામેલ છે.

  -બેંકે માન્યુ છે કે કેટલાંક લોકોની મિલીભગતને કારણે કેટલાંક અકાઉન્ટ હોલ્ડર્સને ફાયદો પહોચાડવા માટે આ તમામ તરકટ રચવામાં આવ્યું છે, આ સ્કેમની અસર અન્ય બેંક પર પણ પડી શકે છે જ્યારે PSU બેંક ભારે સંકટમાંથી પસાર થઇ રહી છે.

  -ઉલ્લેખનીય છે કે, 10 દિવસથી પણ ઓછા સમયમાં આ બેંકની છેતરપીંડી સાથે જોડાયેલો બીજો મોટો કેસ સામે આવ્યો છે. પાંચ ફેબ્રુઆરીએ CBIએ અરબપતિ હીરા કારોબારી નીરવ મોદી અને તેની પત્ની, ભાઇ અને એક ભાગીદાર વેપારી વિરુદ્ધ PNB સાથે 280.70 કરોડ રૂપિયાની છેતરપીંડી કરવાનો કેસ દાખલ કર્યો હતો. આ છેતરપીંડી વર્ષ 2017માં થઇ હતી.

  -પંજાબ નેશનલ બેંકની ફરિયાદનાં આધારે CBIએ મોદી અને તેનાં ભાઇ નિશાલ,પત્ની અમી અને મેહુલ ચિનૂભાઇ ચૌક્સી વિરુદ્ધ કેસ દાખલ કર્યોછે. જેનાં પર બેંક અધિકારીઓએ સાથે મળીને છેતરપીંડી કરવાનો અને બેંકની મિલકતને નુક્શાન પહોંચાડવાનો કેસ દાખલ કરાયો છે.

  -મોદીઅને ભાઇ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનૂભાઇ ચૌક્સીનાં રહેઠાણ પર CBIએ છાપો પણ માર્યો હતો. આ તમામ ડાયમન્ડ્સ આર યૂએસ, સોલર એક્સપોર્ટ્સ અને સ્ટેલર ડાયમંડ્સમાં ભાગીદાર છે. આ કેસમાં બે બેંક અધિકારીઓનાં ઘરે પણ દરોડા પાડવામાં આવ્યાં હતાં.

  -ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પંજાબ નેશનલ બેંકમાં થયેલાં 280 કરોડ રૂપિયાનાં ઘોટાળાનાં સંબંધમાં નીરવ મોદી તેમજ અન્ય વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. આ કેસ CBIની FIRનાં આધારે દાખલ કરવામાં આવ્યો છે.

  -જોકે નાણા મંત્રાલયે PNBનાં 11,300 કરોડ રૂપિયાની છેતરપીંડીની આશંકા નકારી છે અને કહ્યું છે કે આ વિશે યોગ્ય કાર્યવાહી થઇ રહી છે.

  -નાણામંત્રાલયે તમામ બેંકોને આ મામલે જોડાયેલી અથવા તો આ પ્રકારની ઘટનાઓની માહિતીનો આ અઠવાડિયાનાં અંત સુધી રિપોર્ટ આપવા કહ્યું છે.

  -દેશની ચાર મોટી આભૂષણ કંપનીઓ- ગીતાંજલિ, ગિન્ની, નક્ષત્ર અને નીરવ મોદી આ મામલે તપાસનાં સકંજામાં આવી ચુક્યા છે. CBI અને ED તેમની વિભિન્ન બેંકોથી સાઠગાઠ અને રકમનો ક્યાં ક્યાં ઉપયોગ થયો છે તેની તપાસ પણ કરી રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Newyork, Nirav Modi, PNB scam, ડાયમંડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन