નીરવ મોદીએ કહ્યુ- જો મને ભારતને સોંપવામાં આવ્યો તો આત્મહત્યા કરી લઈશ

નીરવ મોદીએ લંડન કોર્ટમાં જણાવ્યું કે, તેને ભારતમાં નિષ્પક્ષ ટ્રાયલની આશા નથી

News18 Gujarati
Updated: November 7, 2019, 9:02 AM IST
નીરવ મોદીએ કહ્યુ- જો મને ભારતને સોંપવામાં આવ્યો તો આત્મહત્યા કરી લઈશ
નીરવ મોદીની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: November 7, 2019, 9:02 AM IST
પંજાબ નેશનલ બેંક છેતરપિંડી (PNB Scam) મામલાના મુખ્ય આરોપી અને દેશના ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી (Nirav Modi)ની જામીન અરજી ફરી એકવાર યૂકેની કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન નીરવ મોદીએ ફરી એકવાર પોતાના પરથી કાબુ ગુમાી દીધો અને ધમકી ભરેલી શૈલીમાં કહ્યુ કે, જો તેને ભારતને પ્રત્યપિંત કરવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે. નીરવ મોદીએ જણાવ્યું કે, તેને જેલમાં ત્રણ વાર મારવામાં આવ્યો છે. જોકે, નીરવ મોદીની આ દલીલોની કોર્ટમાં કોઈ અસર ન જોવા મળી અને તેની જામીન અરજી ફગાવી દીધી છે.

મળતા અહેવાલ મુજબ, નીરવ મોદીને બુધવારે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવાામાં આવ્યો હતો. કોર્ટમાં તે પોતાના વકીલ હુગો કીથ ક્યૂસીની સાથે આવ્યો હતો. જામીનની પાંચમી વાર અપીલ કરતાં નીરવ મોદીએ કોર્ટને પોતાની વાતોથી અનેકવાર ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. નીરવના વકીલે દાવો કર્યો કે વેંડ્સવર્થ જેલમાં બે વાર મારવામાં આવ્યો. કીથે દાવો કર્યો કે હાલમાં જ નીરવ સાથે મારપીટ થઈ છે.

નીરવના વકીલે જણાવ્યું કે, મંગળવારની સવારે જેલમાં બંધ બે કેદી તેના સેલમાં આવ્યા અને તેઓએ નીરવ મોદીને ફેંટો મારી અને જમીન પર પાડીને મારઝૂડ કરી. આ હુમલો નીરવ મોદીને જ ખાસ કરીને નિશાન બનાવતાં કરવામાં આવ્યા હતા. કીથે ડૉક્ટરની નીરવના ડિપ્રેશનની કૉન્ફિડેંશલ રિપોર્ટને લીક હિસ્સાનો ઉલ્લેખ કરતાં આ વાતો કહી. તેઓએ કહ્યુ કે, જેલના અધિકારીઓએ આ મામલામાં કંઈ પણ પગલાં ન લીધા.

નીરવ મોદીની 19 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી

ત્યારબાદ નીરવ મોદીએ પોતાની વાત કોર્ટમાં રજૂ કરતાં કહ્યુ કે, જો તેને ભારત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો તો તે પોતાને ખતમ કરી લેશે. નીરવે કહ્યુ કે, તેને ભારતમાં નિષ્પક્ષ ટ્રાયલની આશા નથી. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદીની 19 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે દક્ષિણ-પશ્ચિમ લંડનની વેંડ્સવર્થ જેલમાં કેદ છે. ભારત સરકારના અનુરોધ પર સ્કૉટલેન્ડ યાર્ડ (લંડન પોલીસ)એ પ્રત્યર્પણ વોરન્ટની કાર્યવાહી કરતાં તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો,
Loading...

બંગાળના બીજેપી અધ્યક્ષે કહ્યુ- ગાય કેમ? શ્વાનનું માંસ ખાઓ, આપને કોણ રોકે છે?
અનોખી પરંપરા : અહીં એક-બીજાને પાન ખવડાવતાં જ બની જાય છે જીવનસાથી
First published: November 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...