Home /News /national-international /વિદેશી બેંકોએ ભાગેડું નિરવ મોદી પાસેથી પૈસા કઢાવી લીધા: ભારતને ઠેંગો

વિદેશી બેંકોએ ભાગેડું નિરવ મોદી પાસેથી પૈસા કઢાવી લીધા: ભારતને ઠેંગો

ફાઇલ તસવીર: નીરવ મોદી

ભારતની રાષ્ટ્રિયકૃત બેંકો નિરવ મોદી પાસેથી એક પણ રૂપિયો કઢાવવામાં નિષ્ફળ રહી છે. પણ વિદેશી બેંકોએ તેમના પૈસા કઢાવી લીધા.

પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઇને પછી ભર્યા વગર વિદેશ ભાગી ગયેલો ઝવેરી નિરવ મોદી ભારતીય બેંકોમાં પૈસા ભરતો નથી પણ તેની બે કંપનીઓએ બે વિદેશી બેંકો પાસેથી લીધેલા નાણા પાછા ભરવા માટે તૈયાર થઇ ગયો છે તેવા સમાચાર આવ્યા છે. વિદેશી બેંકો કૌભાંડી નિરવ મોદી પાસેથી પૈસા પાછા કઢાવવામાં સફળ રહી છે.

આ બે વિદેશી બેંકોમાં HSBC ન્યૂયોર્ક બેંક અને ઇઝરાયેલ ડિસ્કાઉન્ટ બેંકનો સમાવેશ થાય છે. આ બે બેંકોએ નિરવ મોદીની અમેરિકા સ્થિત બે કંપનીઓને ધિરાણ આપ્યુ હતું. આ બે કંપનીઓએ આ બંને વિદેશી કંપનીઓ સાથે કરાર કર્યા છે અને તેમના લેણા ભરી આપવાની તૈયાર દર્શાવી છે. નિરવ મોદી તેની કંપનીની સંપતિ વેચીને આ દેણું ભરશે તેવા અહેવાલ આવ્યા છે. જો કે, આ બંને બેંકો નિરવ મોદીની કંપનીઓ પાસે કેટલા પૈસા માંગે છે એ વિગતો બહાર આવી નથી.

જો કે, નિરવ મોદીની આ પદ્ધતિએ ઘણા સવાલ ઉભા કર્યા છે. કેમ કે, ભારતની રાષ્ટ્રિયકૃત બેંકો નિરવ મોદી પાસેથી એક પણ રૂપિયો કઢાવવામાં નિષ્ફળ રહી છે. જો કે, નિરવ મોદીની મોટાભાગની સંપિતઓ અલગ-અલગ તપાસ એજન્સીઓએ જપ્ત કરી લીધી છે.

મહત્વની વાત એ છે કે, અમેરિકાની કોર્ટમાં આ થોડા સમયમાં જ આ વાતનો નિવેડો આવી ગયો જ્યારે ભારતમાં હજુ આ તપાસ ચાલ્યા જ કરે છે. હજુ એ વાતની સ્પષ્ટતા નથી થઇ કે, ભારતીય તપાસ એજન્સીઓએ નિરવ મોદીની જે સંપતિઓ જપ્ત કરી છે તે, વેચીને બેંકોનું લેણુ ભરવામાં આવશે કે નહીં.

થોડા સમય અગાઉ, બેંક કૌભાંડમાં ભાગેડું એવા નિરવ મોદીની રૂ 255 કરોડની સંપત્તિ હોંગ કોંગમાં જપ્ત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિરવ મોદી હિરા-ઝવેરાતનો વેપારી છે અને હાલ તે ભાગેડું છે.

ઇડીના સુત્રોના જણાવ્યા અનુસાર, નિરવ મોદીની પ્રિવેન્શન ઓફ મની લોંન્ડરીંગ એક્ટ હેઠળ આ સંપતિને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો.
ઇડીએ જણાવ્યું છે કે, આ જ્વેલરીને નિરવ મોદીએ દુબઇથી હોંગકોંગ મોકલી હતી. નિરવ મોદી સામે કેસ દાખલ કર્યા બાદ તેણે આ કિંમતી જ્વેલરી હોંગકોંગ લઇ ગયો હતો.

આ કિંમતી ઝવેરાત લોજિસ્ટીક્સ વોલ્ટમાં તેણે સંતાડીને રાખી હતી. જો કે, નિરવ મોદી સામે ચાલી રહેલી તપાસ દરમિયાન આ વિગતો સામે આવી હતી અને અંતે આ તમામ ઝેવરાતને ટાંચમાં લેવામાં આવી છે. ટાંચમાં લીધેલી સંપતિની અંદાજિત કિંમત 255 કરોડ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુંધી ભારતની તપાસ એજન્સીઓ દ્વારા નિરવ મોદીની કુલ રૂ 4,744 કરોડની સંપતિ ટાંચમાં લીધી છે. ભારત દેશનાં સૌથી મોટા બેંક કૌભાંડમાં નિરવ મોદી ભાગેડું છે અને ઇન્ટરપોલ દ્વારા પણ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. તે હાલ ઇંગ્લેડમાં છુપાયો હોવાની આશંકા છે.
નિરવ મોદીના કાકા મેહુલ ચોક્સી પણ બેંક કૌભાડમાં ભાગેડુ છે અને તેમના સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Bank, Fugitive, Nirav Modi, ભારત