નીરવે ED સામે હાજર થવા કર્યો ઈન્કાર, કહ્યું, ટાઈમ નથી

News18 Gujarati
Updated: February 22, 2018, 10:39 PM IST
નીરવે ED સામે હાજર થવા કર્યો ઈન્કાર, કહ્યું, ટાઈમ નથી

  • Share this:
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી નીરવ મોદીએ વહીવટ ડિરેક્ટર (ED)ના સમન પર રજૂ થવા માટે ઈન્કાર કરી દીધો છે. ઈડીએ બેંક ફ્રોડ બાબતે પૂછપરછ માટે નીરવ મોદીને સમન રજૂ કર્યો હતો, પરંતુ તેને આવવાથી ઈન્કાર કરી દીધો હતો.

ઈડીએ ગુરૂવારે જણાવ્યું હતુ કે, નીરવ મોદીને બે વાર સમન મોકલવામાં આવ્યું છે, એવી આશા હતી કે, ડિરેક્ટરીના અધિકારીઓ સમક્ષ 22 ફેબ્રુઆરીએ રજૂ થશે, પરંતુ નીરવ આવ્યો નહતો. નીરવ મોદીએ ઈમેલ ઈડી સમક્ષ આવવાથી ઈન્કાર કરી દીધું હતું. તેને ઈમેલમાં લખ્યું છે કે તે વિદેશમાં છે અને હાલમાં ખુબ જ વ્યસ્ત છે. જેથી તે ઈડીના સમન પર રજૂ થઈ શકશે નહી. બીજી મહત્વપૂર્ણ વાત તે છે કે, તેને ઈડી સમક્ષ હાજર થવા માટે અન્ય કોઈ તારીખ પણ માંગી નથી.

ડાયમંડ વ્યાપારી મોદી પર PNBને 11000 કરોડ રૂપિયાથી વધારે ચૂનો લગાવ્યાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને લેટર ઓફ અંડરટેકિંગ દ્વારા બેંકો પાસેથી લોનના રૂપમાં પૈસા લીધા અને પાછા ન આપીને વિદેશ છૂમંતર થઈ ગયો છે.

 
First published: February 22, 2018, 10:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading