PNB મહાકૌભાંડમાં સુરક્ષા એજન્સીઓ ધીમે-ધીમે સ્પીડ પકડી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. સીબીઆઈ દ્વારા કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને પકડવા માટે ઈન્ટરપોલની મદદ માંગવામાં આવી છે. જેને લઈને દુનિયાભરના એરપોર્ટ પર નોટિસ આપવામાં આવી ચૂકી છે. જેથી નીરવ ક્યાંય પણ જવાની કોશિશ કરે તો ભારતીય એજન્સીઓને ખબર પડી શકે.
આ પહેલા પણ ઈન્ટરપોલ દ્વારા નોટીસ બહાર પાડવામાં આવી હતી, પરંતુ તે કેટલાક દેશો પૂરતી જ હતી. હવે આ નોટીસ દુનિયાના બધા જ દેશો માટે છે. જોકે, નીરવ મોદી હાલમાં ક્યાં છે, તે વિશે સીબીઆઈ પાસે કોઈ જ પુરાવા નથી.
તમને જણાવી દઈએ કે, આ બાબતે પીએનબી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. સીબીઆઈ, ઈડી સહિત કેટલીક સુરક્ષા એજન્સીઓ પાછલા દિવસોમાં દેશભરમાં રેડ પાડી રહી છે. જ્યારે ધરપકડ કરાયેલ અધિકારીઓ સાથે પૂછપરછ દરમિયાન તેમને સીબીઆઈને જણાવ્યું છે કે, તેમને દરેક LOU માટે કેટલીક નિશ્ચિત રકમ મળતી હતી. આ રકમ LoU (લેટર ઓફ અન્ડરટેકિંગ)ના આધારે નક્કી કરવામાં આવતી હતી.
આ રકમ પીએનબીમાં બધા જ કર્મચારીઓમાં બરાબર ભાગે વહેંચવામાં આવતી હતી, જે પણ આ પ્રક્રિયામાં સામેલ રહેતા હતા. સીબીઆઈને તે બધા જ લોકોના નામ આપી દેવામાં આવ્યા છે, જેમની સાથે પૂછપરછ કરવાની છે. સીબીઆઈએ બેંક અધિકારીઓને તે બધી જ બેંક બ્રાન્ચ વિશે પણ પૂછ્યું જ્યાં તેમની પર સતત રેડ મારવામાં આવી રહી છે.
બેંક અધિકારીઓએ સીબીઆઈને જણાવ્યું કે, સ્વિફ્ટ પ્રોસેસનો ઉપયોગ કેટલાક અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો, જેમાં ગોકૂલનાથ શેટ્ઠી પણ સામેલ હતા. શેટ્ટીએ કેટલાક પાસવર્ડ દ્વારા કૌભાંડ કરાવવામાં નીરવની મદદ કરી હોવાની વાત જણાવવામાં આવી રહી છે. પૂછપરછમાં સામે આવ્યું કે, આ કૌભાંડમાં પીએનબીના અધિકારીઓ સાથે-સાથે નીરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓના કર્મચારીઓ પણ સામેલ છે.
જ્યારે પીએનબીના અધિકારીઓએ પૂછપરછ દરમિયાન ઈડીને જણાવ્યું કે, સીબીઆઈને ફરિયાદ કરવા પહેલા તેમને નીરવ મોદીના ભાઈને આ વિશે વાત કરી હતી, તેમને બ્રાન્ચની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા, ત્યારે નીરવના ભાઈએ પૈસા ન હોવાનું કહીને પૈસા પાછા નહી મળે તેવું કહ્યું. જ્યારે બેંક અધિકારીઓએ પૈસા પરત કરવા માટે વધારે દબાણ કર્યું તો તેને બેંક અધિકારીઓને ધમકાવતા કહ્યું કે, જે પણ કરવું હોય તે કરી લો. બીજા દિવસે જ પીએનબીએ સીબીઆઈને ફરિયાદ કરી દીધી હતી. પરંતુ ત્યાર સુધી નીરવ મોદી પોતાના પરિવાર અને સાથીઓ સાથે દેશ છોડીને ફરાર થઈ ચૂક્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર