નીરવ મોદીએ વિદેશમાં ઓપન કર્યા બે નવા સ્ટોર, સરકારનો નથી ડર!

News18 Gujarati
Updated: February 19, 2018, 11:50 AM IST
નીરવ મોદીએ વિદેશમાં ઓપન કર્યા બે નવા સ્ટોર, સરકારનો નથી ડર!

  • Share this:
પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી પર સીબીઆઈ અને ઈડી એક તરફ શિકંજો કસી રહી છે. દેશભરમાં ઈડીએ 47 જગ્યાએ છાપા માર્યા છે, તે ઉપરાંત મુંબઈમાં પીએનબીની ઓફિસમાં બ્રેકિંગ સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલ અધિકારીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ નીરવ મોદી પર ભારત સરકારની અને તેના પ્રેશરની કોઈ જ અસર દેખાઈ રહી નથી. અસલમાં એક ચોકાવનારો ખુલાસો થયો છે કે, કેટલાક દિવસ પહેલા જ નીરવ મોદીએ પોતાના બે નવા સ્ટોર્સ ઓપન કર્યા છે.

વિદેશમાં ખુલ્યા બે નવા સ્ટોર

જણાવવામાં આવી રહ્યું છે કે, બંને સ્ટોર્સ નીરવ મોદી પર એફઆઈઆર નોંધાયા બાદ ખોલવામાં આવ્યા છે. આ બે સ્ટોર્સ મકાઉ અને કુઆલાલમ્પુરમાં ખોલવામાં આવ્યા છે. સીબીઆઈએ ઈન્ટરપોલ દ્વારા દુનિયાના બધા જ એરપોર્ટને એલર્ટ કરી દીધા છે. જેથી નિરવ મોદી કોઈ એરપોર્ટ પર દેખાશે તેવી જ સીબીઆઈને ખબર આપવામાં આવશે. હાલમાં દેશથી લઈને વિદેશ સુધી નીરવ મોદીની શોધ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, નીરવ મોદી વિરૂદ્ધ એલઓયુની મદદથી બેંકોમાં લોન લેવાનો આરોપ છે.

નીરવ મોદીને પકડવા માટે મોદી સરકાર હાલમાં કામે લાગી છે, તેવામાં નીરવે પોતાના બે સ્ટોર્સ ખોલી લેવાના સમાચાર આવતા લોકો સરકાર પર પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે. નીરવની શોધ માટે ભારતની બધી જ એજન્સીઓ કામે લાગી છે, તે ઉપરાંત ઈન્ટરપોલની પણ મદદ લેવામાં આવી રહી છે, ઈન્ટરપોલ દ્વારા પણ બધા જ એરપોર્ટ પર નીરવ મોદીને લઈને નોટીસ મોકલી દેવામાં આવી છે. તો બીજી બાજુ નીરવ મોદીના પાસપોર્ટને ચાર વીક માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે, તેવામાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું નીરવ મોદી સસ્પેન્ડ થયેલા પાસપોર્ટને લઈને કોઈ એરપોર્ટ પરથી અન્ય દેશમાં પલાયન થવા માટે જશે ખરો?

 

 
First published: February 18, 2018, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading