PNB કૌભાંડ: EDનો દાવો, હોંગ કોંગમાં હોઇ શકે છે નીરવ મોદી!

નીરવ મોદીએ તેનાં જવાબમાં લખ્યું કે તેનો બિઝનેસ વિદેશમાં છે. તે જ કારણ છે કે તે ફક્ત ઇમેલનાં માધ્યમથી વાત કરી શકશે

નીરવ મોદીએ તેનાં જવાબમાં લખ્યું કે તેનો બિઝનેસ વિદેશમાં છે. તે જ કારણ છે કે તે ફક્ત ઇમેલનાં માધ્યમથી વાત કરી શકશે

  • Share this:
    નવી દિલ્હી: બહુચર્ચિત PNB કૌભાંડ મામલે હજુ સુધી તાપસ એજન્સીઓ સ્પષ્ટ પણે નથી જણાવી શકી કે આખરે આરોપી નીરવ મોદી ક્યાં છે. હવે EDએ દાવો કર્યો છે કે તે પંજાબ નેશનલ બેંક (PNB)ને 12600 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર નીરવ મોદી હોંગ કોંગમાં હોઇ શકે છે. સ્પેશલ પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) કોર્ટે ઇડી તરફથી વકીલ હિતેન વેનેગાંવકરને આ માહિતી આપી છે.

    જ્યારે વેનેગાંવકરે આ તર્ક મુક્યો કે નીરવ મોદી અને મેહુલ ચોક્સી તપાસ એજન્સીઓની સામે રજૂ નથી થઇ રહ્યાં તો સ્પેસલ જજ MS આઝમીએ બંને વિરુદ્ધ બીન જામીનપાત્ર વોરન્ટ જારી કરી દીધા છે. વેનેગાંવકરે કહ્યું કે, તેમણે મૌખિક રૂપે કહ્યું છે કે નીરવ હોંગ કોંગમાં હોઇ શકે છે.

    EDનાં એક સીનિયર અધિકારીએ કહ્યું કે, અમારી પાસે રિપોર્ટ્સ છે કે નીરવ મોદી હોંગ કોંગમાં જ છે. હવે બીનજામનીપાત્ર વોરન્ટ હોવાથી EDને નીરવ અને મેહુલ ચૌકસીને ભારતમાં લાવવા સહેલા થઇ રહેશે. EDએ 15 ફેબ્રુઆરીએ ફરિયાદ દાખલ કરી હતી અને આ મામલે મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરી હતી.

    ગત સમયે વેનેગાંવકરે કોર્ટને કહ્યું હતું કે, બંનેને તેમનાં ગત જણાવેલા પત્તા પર 15 ફેબ્રુઆરીએ સમન્સ બજાવવામાં આવ્યા હતાં. અને તેમને હુકમ કરવામાં આવ્યો હતો કે તે 16 ફેબ્રુઆીએ રજૂ થાય. EDએ ઉમેર્યુ કે, બંનેએ તેનો કોઇ જ જવાબ મોકલ્યો નતી. જે બાદ 17 અને 22 ફેબ્રુઆીએ ફરીથી ઇમેઇલ દ્વારા સમન્સ બજાવવામાં આવ્યા હતાં. જેનો બંનેએ એક ઇમેલ દ્વારા જવાબ આપ્યો હતો.

    નીરવ મોદીએ તેનાં જવાબમાં લખ્યું કે તેનો બિઝનેસ વિદેશમાં છે. તે જ કારણ છે કે તે ફક્ત ઇમેલનાં માધ્યમથી વાત કરી શકશે. નીરવે તેની વ્યક્તિગત સુરક્ષાને ખતરો હોવાનું જણાવ્યું છે. અને તેની ઘણી બધી એજન્સીઓની સુરક્ષા, સમ્માન અને સંપત્તીને પણ ખતરો હોવાનું તેમજ તેને જાણી જોઇને હેરાન કરવાનું જણાવ્યું છે. ચૌકરીએ તેનાં જવાબમાં લખ્યુ છે કે, તે દેશ પરત આવવા ઇચ્છે છે જો તેનો પાસપોર્ટ જે રદ્દ કરી દેવામાં આવ્યો છે તેને માન્યતા આપવામાં આવે.
    Published by:Margi Pandya
    First published: