Home /News /national-international /

નીરવ મોદીએ એક હીરાને દુનિયાભરમાં ફેરવ્યો, સંદિગ્ધ કંપનીઓને ચાર વખત મોકલ્યો !

નીરવ મોદીએ એક હીરાને દુનિયાભરમાં ફેરવ્યો, સંદિગ્ધ કંપનીઓને ચાર વખત મોકલ્યો !

    નીરવ મોદીએ એક હીરાને દુનિયાભરમાં ફેરવ્યો. 3 કરેટેનો એક જ હીરો નીરવ મોદીની સંદિગ્ધ કંપનીઓને ચાર વખત મોકલવામાં આવ્યો. 2011માં પાંચ વીકની અંદર આ બધુ થયું. રાઉન્ડ ટ્રિપિંગની રમત જ બેકિંગ કૌભાંડના મૂળીયા (પીએનબી ફ્રોડ) બન્યા હતા. અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમીશન અને ન્યાય વિભાગના વકીલની તપાસમાં સામે આવ્યું છે. બ્લૂમબર્ગે આ રિપોર્ટના હવાલાથી જણાવ્યું કે, નીરવે 2011થી 2017 વચ્ચે કુલ 21.38 કરોડ ડોલરના નકલી બિલ તૈયાર કર્યા. આના આધાર પર તે લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા પંજાબ નેશનલ બેંક પાસેથી લોન લેતો રહ્યો.

    વેચાણમાં તેજીના નામ પર કૌભાંડ કરીને નીરવ મોદી અને તેની સહયોગીઓએ કેટલાક અન્ય દેશોમાંથી 4 અરબની લોન લીધી. આના માટે 20 નકલી કંપનીઓ દ્વારા લેવડદેવલ દેખાડવામાં આવી. ઓગસ્ટ 2011માં પીળા-નારંગી રંગનો ચમકીલો હિરો સૌથી પહેલા અમેરિકન કંપની ફાયરસ્ટાર ડાયમંડને વેચવામાં આવ્યો. તે પછી આને હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશન નામની શેલ કંપનીને મોકલવામાં આવ્યો. આની કિંમત 11 લાખ ડોલર બતાવવામાં આવી. બંને કંપનીઓનો માલિક પરોક્ષ રીતે નીરવ મોદી જ હતો. બે સપ્તાબ બાદ આ હીરાને સોલર એક્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યો. કિંમત 1.83 લાખ ડોલર બતાવવામાં આવી. સોલર એક્સપોર્ટ પણ નીરમ મોદી ફેમિલી ટ્ર્સ્ટની પાર્ટનરશિપવાળી કંપની હતી, જે ફાયરસ્ટાર ડાયમંડના સ્વામિત્વવાળી હતી.

    યૂએઈમાં હતી નીરવની શેલ કંપની

    રિપોર્ટ અુસાર એક સપ્તાહની અંદર જ ન્યૂયોર્ક સ્થિત ફાયરસ્ટારે ફરીથી હોંગકોંગ સ્થિત ફેન્સ ક્રિએશનને હીરો મોકલી દીધો. આ વખતે હીરાની કિંમત 11.6 લાખ ડોલર બતાવવામાં આવ્યો. બે સપ્તાહ પછી ન્યયોર્ક સ્થિત એ.જેફ ડાયમંડ કંપનીએ વર્લ્ડ ડાયમંડ ડિસ્ટ્રીબ્યૂશનને હીરો વેચ્યો. આ વખતે 12 લાખ રૂપિયાનો બિલ બનાવવામાં આવ્યો. વર્લ્ડ ડાયમંડ પણ યૂએઈમાં સ્થિત નીરવ મોદીની શેલ કંપની હતી. આ સિલસિલો આગળ પણ ચાલ્યો.

    અમેરિકામાં મોદીની કંપનીઓનું જે કુરિયર કંપની સાથે કોન્ટ્રાક્ટ હતો, તેની જગ્યાએ ફેડએક્સ કુરિયર નામની કંપની દ્વારા હીરા એક્સપોર્ટ કરવામાં આવ્યો. આમાં 17 લાખ ડોલર કિંમતનો 17 કેરેટનો હીરો પણ સામેલ હતો. જ્યારે ફેડએક્સે માત્ર 1.5 લાખ ડોલરનો વીમો કરાવ્યો. એક્સપર્ટ અનુસાર આ રિપોર્ટથી નીરવ મોદીની સંપત્તિઓ પર પીએનબીનો દાવો મજબૂત બનશે. અમેરિકામાં ફાયરસ્ટાર ડાયમંડના એસેટ્સના વેચાણ શરૂ થતાં પીએનબી પણ ભાગ માંગી શકે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Nirav Modi, PNB fraud, ડાયમંડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन