Home /News /national-international /

ગત વર્ષે જ ભારતની નાગરીકતા છોડી ચુક્યો હતો નીરવ, શું PNB હતી અજાણ?

ગત વર્ષે જ ભારતની નાગરીકતા છોડી ચુક્યો હતો નીરવ, શું PNB હતી અજાણ?

આ સમયે નીરવ મોદી અમેરિકા, બ્રિટન,રશિયા, UAE, બેલ્જિયમ, આર્મેનિયા સહિત ઘણાં દેશોમાં તેની કંપનીઓ છે

આ સમયે નીરવ મોદી અમેરિકા, બ્રિટન,રશિયા, UAE, બેલ્જિયમ, આર્મેનિયા સહિત ઘણાં દેશોમાં તેની કંપનીઓ છે

    નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકની સાથે 11,300 કરોડ રૂપિયાની છેતરપીંડી કરનારો મુખ્ય આરોપી નીરવ મોદી ગત વર્ષે જ ભારતીય નાગરીકતા છોડી ચુક્યો હતો. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, ગત વર્ષે તેણે તેનાં બેંકનાં તમામ દસ્તાવેજમાં NRI થઇ જવાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે પંજાબ બેંક તરફથી તેને પાઠવવામાં આવેલાં લેટર ઓફ અંડરટેકિંગ (LoU)માં નીરવ મોદીને એક ભારતીય પ્રમોટર બતાવવામાં આવ્યો હતો.

    નીરવ મોદીની અન્ય દેશની નાગરિકતા અને ત્યાં સ્થાયી નિવાસ અંગે ઘણી વખત સમાચાર આવી ચુક્યા છે. આ સમયે નીરવ મોદી અમેરિકા, બ્રિટન,રશિયા, UAE, બેલ્જિયમ, આર્મેનિયા સહિત ઘણાં દેશોમાં તેની કંપનીઓ છે. કહેવામાં આવે છે મોદીએ પહેલાંથી જ બેંકનાં ફંડ અન્ય દેશમાં ટ્રાન્સફર કરી લીધા હતાં. એટલું જ નહીં રજિસ્ટ્રાર ઓફ કમ્પનીઝનાં દસ્તાવેજમાં પણ ઉલ્લેખ છે કે નીરવ મોદી એક NRI છે.

    નીરવ મોદી ANM એન્ટરપ્રાઇઝિઝ પ્રાઇવેટ લિમિટેડનાં નામની કંપનીનાં માલિક છે. રિપોર્ટ્સ પ્રમાણે, કંપનીએ તેનાં માલિકને NRI દર્શાવે છે. જેમાં દાખલ દસ્તાવેજમાં નીરવનો એડ્રેસ દુબઇમાં, ફ્લેટ નંબર 2202, અલ શેરા ટાવર્સ, જુમિરાહ લેક દર્શાવવામાં આવ્યો છે. આ તમામ દસ્તાવેજ 6 નવેમ્બર 2017નાં રોજ અપડેટ કરાવેલાં છે. એવામાં સવાલ તે ઉભો થાય છે કે શું મોદી UAEમાં શરણ લેવાની યોજના બનાવી રહ્યો છે.

    આ વચ્ચે, વિદેશ મંત્રાલયે પહેલાં જ મોદીનાં પાસ્પોર્ટને ચાર અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધો છે. તેની પત્ની અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે જ્યારે ભાઇ નિશલ બેલ્જિયમનો નાગરિક છે. આપને જણાવી દઇએ કે, પંજાબ નેશનલ બેંકમાં આશરે 1.77 અરબ ડોલરની છેતરપિંડી પકડાઇ છે. જે મામલે મુંબઇની એક બ્રાંચથી છેતરપિંડી દ્વારા અનધિકૃત ટ્રાન્જેક્શન થયા છે. ઘોટાળામાં PNBનાં 10 અધિકારીઓ, કર્મચારીઓનાં નામ પણ સામે આવ્યા છે. આ સાથેજ અરબપતિ ડાયમંડ વેપારી નીરવ મોદી અને ગીતાંજલિ જેમ્સનાં પ્રમુખ મેહુલ ચોક્સીનું નામ પણ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Change is status, Indian banks, Nirav Modi, Unaware, એનઆરઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन