Home /News /national-international /કેરળમાં કોરોના સાથે નિપાહનો પણ આતંક, શું એક વ્યક્તિને બંને વાયરસનું સંક્રમણ સાથે લાગી શકે?

કેરળમાં કોરોના સાથે નિપાહનો પણ આતંક, શું એક વ્યક્તિને બંને વાયરસનું સંક્રમણ સાથે લાગી શકે?

કેરળમાં કોરોના વાયરસ(coronavirus)ના કેસના કારણે ચિંતાજનક સ્થિતિ છે. ત્યા

NIPAH VIRUS : કેરળમાં કોરોના વાયરસ(coronavirus)ના કેસના કારણે ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે અહીં નિપાહ વાયરસે (Nipah virus) પણ માથું ઉંચકતા પરિસ્થિતિ વણસી શકે તેવી દહેશત છે. નિપાહ વાયરસને રોકવા માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે.

NIPAH VIRUS : કેરળમાં કોરોના વાયરસ(coronavirus)ના કેસના કારણે ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે અહીં નિપાહ વાયરસે (Nipah virus) પણ માથું ઉંચકતા પરિસ્થિતિ વણસી શકે તેવી દહેશત છે. નિપાહ વાયરસને રોકવા માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે. નિપાહને કારણે 12 વર્ષના બાળકના મોત અને અન્ય બે લોકોએ સંક્રમણના લક્ષણો દેખાયા બાદ હવે લોકો રાજ્યમાં બંને જીવલેણ ચેપના ફેલાવા અંગે ચિંતિત છે. શું કોઈ વ્યક્તિ નિપાહ અને કોવિડ (symptoms of Nipah virus infection) બંનેથી સંક્રમિત થઈ શકે છે? તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

આ દરમિયાન કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જનું કહેવું છે કે, કોરોનાના કારણે રાજ્યમાં માસ્ક અને PPE કિટના ઉપયોગ જેવા પગલાં પહેલાથી જ લેવાઈ રહ્યા છે. તેથી નિપાહ સંક્રમણના ફેલાવા અંગે ચિંતા કરવાની જરૂર નથી.

નિપાહ વાયરસ

દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ ફેલાવો 19 મે 2018ના રોજ કેરળના કોઝિકોડ જિલ્લામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ 1 જૂન 2018 સુધીમાં 17 લોકોના મૃત્યુ અને સંક્રમણના 18 કેસ નોંધાયા હતા. આ ફેલાવો 10 જૂન 2018 સુધીમાં કાબૂમાં લેવાયો હતો. ત્યારબાદ જૂન 2019માં કોચીથી નિપાહનો નવો કેસ સામે હતો. જે રિકવર થઈ ગયો હતો. ત્યારબાદ ફરીથી કેસ સામે આવ્યો હતો. દેશમાં આ વર્ષમાં નિપાહ વાયરસ 5 વખત સામે આવ્યો છે. જેમાં ત્રણ વખત તો એકલા કેરળમાં જ કેસ જોવા મળ્યો હતો.

કેરળમાં કોરોનાના કેસ

કેરળે રવિવારે કોરોનાના નવા 26,701 કેસ અને 74 મોત થયા હોવાના અહેવાલ મળ્યા હતા. હવે કુલ કેસની સંખ્યા 42,07,838થી વધી ગઈ છે. જ્યારે મોતનો આંકડો 21,496એ પહોંચ્યો છે.

આ બાબતે રાજ્ય સરકારે જણાવ્યા મુજબ મુજબ છેલ્લા 24 કલાકમાં 1,55,543 સેમ્પલના ટેસ્ટ કર્યા બાદ ટેસ્ટ પોઝિટિવિટી રેટ (TPR) 17.17 ટકા હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે અત્યાર સુધીમાં 3,23,90,313 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. સરકારના બુલેટિનમાં જણાવાયું છે કે, શનિવારથી અત્યાર સુધીમાં 28,900 લોકોએ સંક્રમણમાંથી મુક્તિ મેળવી હતી. રાજ્યના 14 જિલ્લાઓમાં કોઝિકોડમાં સૌથી વધુ 3,366 કેસ નોંધાયા છે. ત્યારબાદ ત્રિશૂર (3,214), એર્નાકુલમ (2,915), મલપ્પુરમ (2,568), પલક્કડ (2,373), કોલ્લમ (2,368), તિરુવનંતપુરમ (2,1 03), કોટ્ટાયમ (1,662), અલાપ્પુઝા (1,655), કન્નુર (1,356), ઇડુક્કી (1,001) અને પઠાણમથિટ્ટા (947)નો સમાવેશ થાય છે.

તજજ્ઞોનું શું કહેવું છે?

PTI સાથેની વાતચીતમાં ડો. અમર ફેટલ, ડો. ટી.એસ. અનિશ અને ડો. ટી.એન. સુરેશ સહિતના તજજ્ઞોએ કહ્યું હતું કે, રાજ્યમાં ભૂતકાળમાં 2018 અને 2019માં પણ બે વખત નિપાહ વાયરસ જોવા મળ્યો હતો. તેથી અત્યારે ચિંતાની ઓછી સ્થિતિ છે. તેમજ આ વખતે માસ્ક અને પીપીઈ કિટ પહેરવાનું ચલણ પહેલાથી જ હોવાથી આ વખતે ટ્રાન્સમિશનનું જોખમ ઓછું હશે.

તેઓએ એમ પણ કહ્યું હતું કે, નિપાહ સંક્રમણ સામાન્ય રીતે નાના ક્લસ્ટર અથવા વિસ્તારો સુધી મર્યાદિત હોય છે. સઘન કોન્ટેકટ ટ્રેસિંગ અને તમામ પ્રાઇમરી સંપર્કોને ક્વોરન્ટાઇન કરવાના કારણે સંક્રમણના ફેલાવા પર અસરકારક નિયંત્રણ લઈ શકાયું છે.

H1N1ના નોડલ ઓફિસર ડો. ફેટલે કહ્યું કે, નિપાહનો ચેપ ખૂબ જ રોગજનક છે. એકવાર દર્દીની સ્થિતિ ગંભીર થઈ જાય અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે પછી વાયરસ ફેલાય તેવી સંભાવના વધુ છે. કોમ્યુનિટી લેવલ કરતા હોસ્પિટલમાં ઇન્ફેક્શન ફેલાવવાનું રિસ્ક વધુ હોય છે. તેથી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતી વખતે હોસ્પિટલોમાં દર્દીના સંપર્કમાં અવેલા લોકોને શોધી કાઢવા જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને પહોંચી વળવા માટે દર્દીઓના ટાઇમ સ્ટેમ્પેડ રૂટ મેપ તૈયાર કરવા સહિતના રાજ્ય દ્વારા લેવાયેલા પગલાં અહીં પણ કામમાં આવશે. આ પદ્ધતિના કારણે સંક્રમિત દર્દી ક્યારે અને ક્યારે ગયો હતો તેનો ખ્યાલ આવી જાય છે. આનાથી લોકોને ખબર પડશે કે, બધા લક્ષણો જોવા મળે તો પોતાને ક્વોરેન્ટાઇન કરવાની કે ટેસ્ટ કરાવવાની જરૂર છે કે નહીં. પરિણામે ગભરાટ ફેલાશે નહીં.

આ પણ વાંચો: Yoga and skincare: કરચલી ઘટાડી, યુવાન બનાવામાં મદદ કરશે આ યોગાસન ટિપ્સ

બધા તજજ્ઞોએ જણાવ્યું હતું કે, નિપાહ માટે કોઈ ઇલાજ અથવા રસી નથી. તેથી સપોર્ટિંવ કેર અત્યારે સારવારનું એકમાત્ર માધ્યમ છે. નિપાહ અને કોરોના બંનેથી દર્દીઓને ચેપ લાગે તેવી સંભાવના ઓછી છે.
First published:

Tags: Coroan vaccines, Corona effect, Nipah viruS, Post Covid Symptoms