નવી દિલ્હી. શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા નેશનલ ઇન્ટિ-્ટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) પ્રાચીન ભારતીય જ્ઞાન અને પરંપરાને લઈ 100 મદરેસામાં નવો પાઠ્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે. તે પાઠ્યક્રમ નવી શિક્ષણ નીતિ (New Education Policy)નો હિસ્સો છે. NIOS ધોરણ 3, 5, અને 8 માટે બેસિક કોર્સની શરૂઆત કરશે. NIOSએ પ્રાચીન ભારતના જ્ઞાનના સંબંધમાં લગભગ 15 કોર્સ તૈયાર કર્યા છે. તેમાં વેદ, યોગ, વિજ્ઞાન, સંસ્કૃત ભાષા, રામાયણ, ગીતા સહિત અન્ય ચીજો સામેલ છે. આ તમામ કોર્સ ધોરણ 3, 5 અને 8ના પ્રારંભિક શિક્ષણને સમાન છે.
‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના રિપોર્ટ મુજબ, તેની પર NIOSની ચેરમેન સરોજ શર્માનું કહેવું છે કે, અમે આ કાર્યક્રમ 100 મદરેસામાં શરૂ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં અમે તેને 500 મદરેસા સુધી પહોંચાડીશું. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલે મંગળવારે નોઇડા સ્થિત NIOSના હેડક્વાર્ટરમાં સ્ટડી મટિરિયલ બહાર પાડ્યું છે. તેઓએ આ દરમિયાન કહ્યું કે, ભારત પ્રાચીન ભાષાઓ, વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ અને પરંપરાની ખાણ છે. હવે દેશ પોતાની પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરીને જ્ઞાનના ક્ષેત્રમાં સુપરપાવર બનવા તૈયાર છે. આપણે આ કોર્સના લાભને મદરેસા અને વિશ્વમાં ફેલાયેલા ભારતીય સમાજ સુધી પહોંચાડીશું.
NIOS બે રાષ્ટ્રીય બોર્ડ પૈકી એક છે, જે પ્રાઇમરી, સેકન્ડરી અને સીનિયર સેકન્ડરી સ્તરના કોર્સ ઓપન અને ડિસ્ટન્સિંગ એજ્યુકેશનના માધ્યમથી કરાવે છે. તેના યોગના કોર્સ મટિશ્રિયલમાં પતંજલિ કૃતાસૂત્ર, યોગસૂત્ર વ્યાયામ, સૂર્ય નમસ્કાર, આસન, પ્રાણાયમ, તણાવ દૂર કરવાનો વ્યાયામ અને સ્મરણ શક્તિ વધારવાનો વ્યાયામ સામેલ છે.
આ પણ વાંચો, જસપ્રીત બુમરાહના ટૂંક સમયમાં થવાના છે લગ્ન! BCCIએ આ કારણે ઈંગ્લેન્ડ સીરીઝથી કર્યો રિલીઝ તેના વિજ્ઞાન કોર્સમાં જળ, વાયુ, ખેતી અને વેદ, ઉત્પતિનું સૂત્ર, પૃથ્વી અને પ્રાકૃતિક સંસાધન સંબંધી વિષય છે. NIOSના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (એકેડમી) શોએબ રજા ખાનનું કહેવું છે કે આ પાઠ્યક્રમ સૌના માટે ઉપલબ્ધ હશે. ઓપન એજ્યુકેશન સિસ્ટમ હેઠળ સ્ટુડન્ટ તેની પસંદગી કરવા માટે સ્વતંત્ર હશે. તે અનિવાર્ય નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર