જ્યારે પણ વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની વાત કરવામાં આવે છે, ત્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઇન અને ન્યૂટનના નામ યાદ આવે છે. ઘણા મહાન શોધકોમાં લોકો એડિસનને પણ યાદ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નિકોલા ટેસ્લા પણ એક મહાન વૈજ્ઞાનિક હતા. પરંતુ તેઓને જીવંત હતા, ત્યારે તેઓને તે સ્થાન મળ્યું ન હતું જેના તેઓ લાયક છે. ટેસ્લાને આજની દુનિયા બદલવાનું શ્રેય આપવામાં આવે છે. તે સમયથી આગળના વિચાર રાખતા હતા.
બાળપણથી જ તેજ હતું ટેસ્લાનું દિમાગ
નિકોલા ટેસ્લાનો જન્મ 10 જુલાઈ 1856ના રોજ ક્રોએશિયામાં થયો હતો. તે રૂઢિવાદી રોમન કેથલિક પાદરીના ચોથા સંતાન હતા. તેઓ શાળાના દિવસોમાં ઘણા બુદ્ધિશાળી હતા. કહેવાય છે કે તે ગણિતના સૌથી મુશ્કેલ પ્રશ્નો પોતાના મનમાં જ ઉકેલી લેતા હતા. તેમને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. તેઓ 8 ભાષાઓમાં પારંગત હતા.
ટેસ્લા અને એડિસન વચ્ચે તકરાર
અભ્યાસ પૂર્ણ કર્યા પછી નિકોલા ટેસ્લાએ ઘણી જગ્યાએ કામ કર્યું. તેમણે થોમસ એડિસન સાથે પણ કામ કર્યું, જ્યાં તેમણે એડિસનની ઘણા શોધોમાં મદદ કરી. આ દરમિયાન એડિસને ટેસ્લાને તેના જનરેટર અને મોટરને વધુ સારી બનાવવા માટે પડકાર આપ્યો. તેમણે ટેસ્લાને કહ્યું હતું કે જો તે આ કરી બતાવશે તો એડિસન તેને હજારો ડોલર આપશે. પરંતુ જ્યારે ટેસ્લાએ આ પડકાર પૂરો કર્યો, ત્યારે એડિસને તેના વચનથી ફરી ગયા. આને કારણે નિકોલા ટેસ્લા અને એડિસન વચ્ચે મતભેદ થયો હતો અને ટેસ્લાએ ત્યાંથી નોકરી છોડી દીધી હતી.
એડિસને ડાયરેક્ટ કરંટ(ડીસી) ને વધુ સારું માનતા હતા, જે 100 વોલ્ટ પાવર પર કામ કરતું હતું, પરંતુ અન્ય તેને વોલ્ટેજમાં કન્વર્ટ કરવું મુશ્કેલ હતું. જ્યારે ટેસ્લાનું માનવું હતું કે અલ્ટરનેટિંગ કરંટ(એસી) વધુ સારું છે, કારણ કે તે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ટેસ્લાએ જ અલ્ટરનેટીંગ કારણે ટ્રાન્સમિશન તકનીકને પૂર્ણ કરી હતી. આજે આ ટેકનોલોજી પર વિશ્વભરમાં વીજળીનું વિતરણ કરવામાં આવે છે. ટેસ્લાએ ફેરાડેના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન બનાવ્યું હતું.
રેડિયો તરંગો અને ટેસ્લા
ટેસ્લાએ જ સિદ્ધાંત આપ્યો હતો કે વિશ્વમાં ક્યાંય પણ રેડિયો તરંગો મોકલી શકાય છે, જેનો ઉપયોગ આજે ઇન્ટરનેટથી અવકાશ સંશોધન માટે થાય છે. તેમણે રેડિયો કોઇલની શોધ કરી કે જેના પર આજના રેડિયો, ટેલિફોન, સેલફોન અને ટીવી ચાલે છે. તે કહેવું ખોટું નથી કે આજની વાયરલેસ તકનીકનો પાયો ટેસ્લાએ નાંખ્યો હતો.
ટેસ્લાની પ્રતિભા સાથે ક્યારેય ન્યાય નહોતો થયો. ટેસ્લાને તેમના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. પહેલા એડિસનનો દુર્વ્યવહાર, જેના કારણે ટેસ્લાએ પોતાની કંપની ચલાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ ન થઇ શક્યા. ત્યારબાદ બંને વચ્ચે એસી વિદ્યુત અને ડીસી અંગે વિવાદ થયો. આ દરમિયાન એડિસને પોતાના ડીસી કરંટની સિસ્ટમ ચલાવવા માટે ટેસ્લાની એસી કરંટ સિસ્ટમને અવ્યવહારિક પણ કહી દીધું હતું. કહેવાય છે કે ટેસ્લા વિરુદ્ધ મીડિયા કેમ્પેઇન પણ ચલાવાયું હતું.
દુનિયાને ફ્રી વીજળી
ટેસ્લા વર્ષ 1895માં નાઈગ્રા ફોલ્સ પર પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેઓ વર્ષ 1900માં એક મોટા પ્રોજેક્ટ પર કામે લાગ્યા હતા. તેઓ સમગ્ર દુનિયા માટે એક વાયરલેસ સંચાર તંત્ર બનવા માંગતા હતા, જેના દ્વારા સમગ્ર દુનિયાને ફ્રીમાં વીજળી આપી શકાય. તેમને રોકાણકારો પણ મળ્યા, પરંતુ કામ શરુ થયા બાદ રોકાણકારોને તેમના પ્રોજેક્ટ પર વિશ્વાસ ન થયો. તો બીજી તરફ માર્કોનીની રેડિયો ટેક્નોલોજીએ ખુબ સફળતા મેળવી હતી. જેના કારણે ટેસ્લાએ પ્રોજેક્ટ પડતો મુકવો પડ્યો અને 1917માં તેમને દેવાળિયા જાહેર કરવામાં આવ્યા.
" isDesktop="true" id="1113052" >
7 જાન્યુઆરી 1943ના રોજ તેમનું નિધન થઇ ગયું. ત્યાર બાદ અમેરિકી સુપ્રીમ કોર્ટે માર્કોનીના કેટલાક મહત્વના પેટન્ટ રદ્દ કરી દીધા અને ટેસ્લાની રેડિયો શોધને માન્યતા મળી. પરંતુ તેઓ આ જોવા માટે જીવિત નહોતા રહ્યા. મોટાભાગના લોકો માનતા હતા કે, તેઓ સમયથી આગળ ચાલનારા વૈજ્ઞાનિક હતા. ઇંધણ વિનાના વિમાન જેવા તેમના વિચારો હજી વૈજ્ઞાનિકો માટે કલ્પના માત્ર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર