Home /News /national-international /હત્યા પહેલાનો નિક્કી યાદવનો છેલ્લો VIDEO, ફ્લેટની સીડીમાં આ રીતે જોવા મળી યુવતી

હત્યા પહેલાનો નિક્કી યાદવનો છેલ્લો VIDEO, ફ્લેટની સીડીમાં આ રીતે જોવા મળી યુવતી

નિક્કી યાદવનો છેલ્લો VIDEO

Nikki Yadav Last Video: નિક્કી યાદવ મર્ડર કેસના (Nikki Yadav Murder Case) કારણે ફરી એકવાર દિલ્હી હચમચી ઉઠ્યું છે. જણાવી દઈએ કે, નિક્કીના લિવ-ઈન પાર્ટનર સાહિલે પહેલા તેનું ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ મૃતદેહને ફ્રીજમાં સંતાડીને તે બીજી યુવતી સાથે લગ્ન કરવા ભાગી ગયો હતો. હવે આ હત્યાકાંડ સંબંધિત એક CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો નિક્કીની હત્યા પહેલાનો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: હરિયાણાના ઝજ્જરની રહેવાસી 22 વર્ષીય નિક્કી યાદવ મર્ડર કેસમાં (Nikki Yadav Murder Case) તેના પ્રેમી સાહિલ ગેહલોત દ્વારા નિર્દયતાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ બાદ, તેની લાશને એક ઢાબાના ફ્રીજમાં છુપાવી દીધી હતી. જણાવી દઈએ કે, મૃત્યુ પહેલાનો નિક્કી યાદવનો છેલ્લો વીડિયો (Nikki Yadav Last Video) સામે આવ્યો છે. CCTV ફૂટેજમાં નિક્કી તેના ફ્લેટની સીડીઓમાં જોવા મળી રહી છે. આ ક્લિપ જોઈને અંદાજો નથી લાગી રહ્યો કે, નિક્કીની થોડીવાર બાદ હત્યા કરવામાં આવશે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ક્લિપ નિક્કી યાદવની હત્યાના થોડા કલાકો પહેલાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો દક્ષિણ દિલ્હીની તે બિલ્ડિંગનો છે, જ્યાં નિક્કી રહેતી હતી. આ સાથે, ફૂટેજ 9 ફેબ્રુઆરીના જણાવવામાં આવી રહ્યા છે. વીડિયોમાં નિક્કી સીડીઓ ચઢીને તેના એપાર્ટમેન્ટમાં જતી જોવા મળે છે.

આ પણ વાંચો: સાહિલ આફતાબથી પણ ખતરનાક નીકળ્યો, નિક્કીની હત્યા કરી તેના મૃતદેહને કારમાં 40 કિલોમીટર સુધી ફેરવ્યો

લગ્ન બાબતે ઝઘડો થયો હતો

પોલીસે નિક્કી યાદવની (Nikki Yadav) હત્યાના આરોપમાં તેના 24 વર્ષીય પ્રેમી સાહિલ ગેહલોતની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે, 9 અને 10 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ તેણે જ આ તેની પ્રેમીકાની હત્યા કરી હતી. ખુલાસામાં બહાર આવ્યું કે, નિક્કીને ખબર પડી ગઈ હતી કે, સાહિલ (Sahil Gehlot) બીજી છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આરોપીએ નિક્કીને તેની સગાઈ અને લગ્નની વાત જણાવી ન હતી. આ બાબતે બંને વચ્ચે જોરદાર ઝઘડાઓ થયા હતા.


સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જ્યારે નિક્કીને સાહિલના લગ્નની ખબર પડી, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી શરૂ થઈ હતી. બંને 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ફરતા ગયા હતા ત્યારે, બંને વચ્ચે લગ્નને લઈને મોટો ઝઘડો થયો હતો. આ દરમિયાન, આરોપીએ તેના મોબાઈલ ફોનના ડેટા કેબલ વડે નિક્કીને ગળું દબાવી દીધું હતું.

હત્યા બાદ સાહિલ 40 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કરતો રહ્યો

દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે, આરોપી સાહિલે કાશ્મીરી ગેટ પાસે પોતાની કારમાં નિક્કી (Nikki Yadav Hatyakand) ની હત્યા કરી હતી. આ પછી લગભગ 40 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કર્યું હતું. તે પાસે આવેલા ગામના ઢાબા પર પહોંચ્યો અને મૃતદેહને ડીપ ફ્રીઝરમાં રાખ્યો હતો. આ મામલે પોલીસનું કહેવું છે કે, હત્યા કર્યા બાદ સાહિલ લગ્ન પહેલાની ઉજવણીમાં ભાગ લેવા માટે ઘરે ચાલ્યો ગયો હતો.
First published:

Tags: Crime news, Delhi News, Girl Murder