Home /News /national-international /Nigeria oil blast: નાઇજીરિયાની ગેરકાયદેસર તેલ રિફાઇનરીમાં ધમાકો, 100થી વધારે લોકોના મોતની આશંકા

Nigeria oil blast: નાઇજીરિયાની ગેરકાયદેસર તેલ રિફાઇનરીમાં ધમાકો, 100થી વધારે લોકોના મોતની આશંકા

વેપારીઓ નિયમોને નજરઅંદાજ કરવા અને ટેક્સ બચાવવા માટે હંમેશા દૂર વિસ્તારમાં રિફાઇનરી લગાવે છે (તસવીર - ટ્વિટર)

Explosion in Nigeria illegal oil refinery - નાઇજીરિયામાં ગેરકાયદેસર રિફાઇનરીઓની કોઇ નવી વાત નથી. નાઇજીરિયા આફ્રિકામાં કાચા તેલનો સૌથી મોટો ઉત્પાદક છે

અબુજા (નાઇજીરિયા) : દક્ષિણ-પૂર્વી નાઇજીરિયાની (Nigeria)એક ગેરકાયદેસર તેલ રિફાઇનરમાં બ્લાસ્ટ (Nigeria oil blast)થવાથી 50થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. લાગોસ સ્થિત પંચ અખબારના મતે મૃતકોની સંખ્યા 100 ઉપર જઇ શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટથી (Nigeria blast)લાગેલી આગ આસપાસની સંપત્તિ સુધી ફેલાઇ ગઇ છે. આઈમોના રાજ્ય સૂચના આયુક્ત ડેક્લાન એમેલુમ્બાએ જણાવ્યું કે શુક્રવારે રાતે આગ લાગવાથી ઝડપથી બે ગેરકાયદેસર ઇંધણ ભંડાર સુધી ફેલાઇ હતી. ધમાકાના કારણે મૃતકોની સટિક સંખ્યાની જાણ મેળવી રહ્યા છીએ.

ડેક્લાન એમેલુમ્બાએ કહ્યું કે આ ધમાકો જે રિફાઇનરી (illegal oil refinery)પાસે થયો તે ગેરકાયદેસર હતી. વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આઈમો સ્ટેટ પોલીસ કમાન્ડના પ્રવક્તાએ જણાવ્યું કે જે લોકો આ ઘટનામાં માર્યા ગયા છે તે બધા સંચાલક હતા. જે વ્યક્તિની આ રિફાઇનરી હતી તેને વોન્ટેડ જાહેર કરીને શોધ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - TV ચેનલને કેન્દ્રની એડવાઈઝરી, હિંસા સાથે જોડાયેલી ભડકાઉ અને ભ્રામક જાણકારી પ્રસારિત કરવાથી બચો

સમાચાર એજન્સી એપીના મતે નાઇજીરિયામાં ગેરકાયદેસર રિફાઇનરીઓની કોઇ નવી વાત નથી. નાઇજીરિયા આફ્રિકામાં કાચા તેલનો સૌથી મોટો ઉત્પાદક છે. જોકે આ માટે રિફાઇનરી ઘણી ઓછી છે. તેના કારણે મોટાભાગે ગેસોલીન અને અન્ય ઇંધણ આયાત કરવામાં આવે છે. ગેરકાયદેસર વેપારી આ વાતનો ફાયદો ઉઠાવે છે.

આ વેપારીઓ નિયમોને નજરઅંદાજ કરવા અને ટેક્સ બચાવવા માટે હંમેશા દૂર વિસ્તારમાં રિફાઇનરી લગાવે છે. જ્યાં પોલીસ અને અધિકારીઓની પહોંચ આસાન હોતી નથી. ગેરકાયદેસર રિફાઇનરીનો વેપાર નાઇજીરિયામાં કાચા તેલના ઉત્પાદનને મોટી ચોટ પહોંચાડે છે.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પોસ્ટ પર આતંકી હુમલો, 3 જવાનના મૃત્યુ

આતંકવાદીઓએ રાત્રે સરહદ પાર પાકિસ્તાની આર્મી (Pakistani Army) પોસ્ટ પર ભારે હથિયારોથી ગોળીબાર કર્યો , જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા. સેનાએ શનિવારે આ માહિતી આપી હતી. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના ઉત્તર વજીરિસ્તાન ક્ષેત્રમાં આતંકવાદીઓએ (Terrorists) આર્મી પોસ્ટ તરફ ગોળીબાર કરતાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટરમાં હજુ પણ ઘણા લોકો માર્યા ગયા છે. હુમલાની વિગતોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં ઘણા વિસ્ફોટ થયા છે.
First published:

Tags: Crude oil, Nigeria