Home /News /national-international /વિદેશમાં બેઠેલા આ 5 ગેંગસ્ટર્સને NIA જાહેર કરશે ડેઝીગનેટેડ આતંકવાદી, કેન્દ્રને કરી ભલામણ
વિદેશમાં બેઠેલા આ 5 ગેંગસ્ટર્સને NIA જાહેર કરશે ડેઝીગનેટેડ આતંકવાદી, કેન્દ્રને કરી ભલામણ
આ અંતર્ગત NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરોને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કરવાની ભલામણ કરી છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ભારત વિરુદ્ધ આતંકવાદી ગુનાહિત સાંઠગાંઠ પર સખત પ્રહાર કરવા જઈ રહી છે. આ અંતર્ગત NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરોને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કરવાની ભલામણ કરી છે. તેના પ્રથમ તબક્કામાં વિદેશમાં બેઠેલા 5 શીખ ગેંગસ્ટરોને આ શ્રેણીમાં લાવવામાં આવી શકે છે.
નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ભારત વિરુદ્ધ આતંકવાદી ગુનાહિત સાંઠગાંઠ પર સખત પ્રહાર કરવા જઈ રહી છે. આ અંતર્ગત NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરોને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કરવાની ભલામણ કરી છે. તેના પ્રથમ તબક્કામાં વિદેશમાં બેઠેલા 5 શીખ ગેંગસ્ટરોને આ શ્રેણીમાં લાવવામાં આવી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા બાદ દેશ અને વિદેશમાં આ આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે.
વિવિધ દેશોમાં બેઠેલા મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરો દ્વારા પંજાબ અને તેની આસપાસના રાજ્યોમાં મોટી ગુનાહિત આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં આવતા વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરો ભારતીય સુરક્ષા માટે ખતરો બની ગયા છે. આ ગેંગસ્ટરોએ સરહદ પારથી કાર્યરત આતંકવાદી જૂથો સાથે સંબંધ સ્થાપિત કર્યા છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન આ ગેંગસ્ટરોએ મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે. તેમનો હેતુ સીધો ભારતમાં અશાંતિ ફેલાવવાનો છે. પછી તે કોઈની ટાર્ગેટ કિલિંગ દ્વારા હોય કે પછી હથિયારો અને ડ્રગ્સ મોકલીને હોય.
આતંકવાદને જો સમય રહેતા ખત્મ ન કરવામાં આવ્યો તો...
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા, કબડ્ડી પ્લેયર સંદીપ અંબિયા અને વિકી મિથુખેડાની નિર્દય હત્યાઓ વિદેશમાં બેઠેલા આ ગુંડાઓના ઈશારે કરવામાં આવી છે. જો આ સંગઠિત ગુનાખોરીના આતંકને સમયસર ખતમ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પંજાબ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ લોકો મોટી ઘટનાઓને અંજામ આપી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા માટેના ખતરાને જોતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પણ આમાંથી ઘણા મામલાઓને તપાસ માટે પોતાના હાથમાં લીધા છે.
સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વિદેશમાં બેઠેલા આ ગેંગસ્ટર આતંકવાદીઓની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી છે, આ યાદીમાં અર્શદીપ દલ્લા, લખબીર સિંહ લાડા, કેનેડામાં બેઠેલા ગોલ્ડી બ્રાર, પાકિસ્તાનમાં બેઠેલા હરવિંદર સિંહ રિંડા, આર્મેનિયામાં લકી. પટિયાલ વગેરેના નામ પણ સામેલ છે.
વિદેશથી આ આતંકીઓ દેશને મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યાં છે
સંપૂર્ણ ડોઝિયર અને ચાર્જશીટ તૈયાર કરી ગૃહ મંત્રાલયને આપી દીધી છે. NIAએ ગૃહ મંત્રાલયને જણાવ્યું કે વિદેશથી આવેલા આ આતંકવાદીઓ દેશને મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યા છે. આતંકવાદી ગતિવિધિઓ ચલાવવા માટે યુવાનોના મનમાં આતંકવાદના સિદ્ધાંતો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. પૈસા અને હથિયારો પણ પૂરા પાડે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે આ લોકોને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કરવામાં આવે જેથી તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર