AK-47 તસ્કરી કેસઃ આર્મીના ડેપો પર NIAના દરોડા, અનેક ઓફિસર રડાર પર

  • Share this:
    દેશમાં બહુચર્ચિત AK-47 તસ્કરી કેસમાં NIAની ટીમે શુક્રવારે જબલપુરમાં આર્મીના ડેપોમાં દરોડા પાડ્યા છે. સેનાએ આ ડેપોમાંથી AK-47ની તસ્કરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી ગુપ્ત રાખવામાં આવી હતી. NIAની ટીમમાં 12 લોકો સામેલ હતા, તપાસ એજન્સી સમગ્ર મામલાના મુખ્ય આરોપી સુરેશ ઠાકુર અને પુરુષોતમને સાથે લઇને જબલપુર પહોંચી હતી.

    AK-47 તસ્કરી કેસની તપાસ ઝડપથી ચાલી રહી છે, ટીમ પોતાની સાથે સમગ્ર રેકેટના માસ્ટર માઇન્ડ COD ફેક્ટ્રીના પૂર્વ સીનિયર સ્ટોર મેનેજર સુરેશ ઠાકુર અને એક્સ આર્મર પુરુષોતમ રજકને સાથે લાવી હતી. તેઓની જાણકારીના આધારે જ સમગ્ર કાર્યવાહીની તપાસ ચાલી રહી છે. ફેક્ટ્રીના અંદાજે એક દર્જન અધિકારી અને કર્મચારી એનઆઇએની રડાર પર છે. આ એવા કર્મચારીઓ છે જેઓના નામ સુપેશ અને પુરુષોતમે પોતાના નિવેદનમાં લખ્યા હતા.

    NIAની ટીમ ફેક્ટ્રીના RSD સેક્શન પહોંચી, અહીંના સ્ટોક રજિસ્ટર અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે, લાંબા સમયથી થઇ રહેલી તસ્કરીમાં CODના અનેક લોકોના સામેલ હોવાની આશંકા છે, અત્યારસુધીમાં અહીંથી 70થી વધુ AK-47 રાયફલની તસ્કરી થઇ છે, અહીંથી હથિયાર બિહાર મોકલવામાં આવતા હતા અને ત્યાંથી અન્ય દેશમાં પહોંચતા હતા. રેકેટનો ખુલાસો ઓગસ્ટમાં થયો હતો જ્યારે મુંગેર પોલીસે ઇરફાન નામના આરોપીને એકે-47 રાયફલ વેચતા રંગેહાથ ઝડપ્યો હતો.

    આ કેસમાં અત્યારસુધીમાં 12થી વધુ લોકોની ધરપકડ થઇ ચૂકી છે અને સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની સંભાવના છે. સૂત્રોનું કહેવું છે કે સમગ્ર રેકેટમાં એક્સ સર્વિસમેન સહિત ફેક્ટ્રીના ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાની આશંકા છે.
    Published by:Sanjay Vaghela
    First published: