Home /News /national-international /J&K: ટેરર ફંડિંગ કેસમાં જમાત-એ-ઈસ્લામીના 50થી વધુ લોકેશન પર NIAની રેડ, અનેક દસ્તાવેજ જપ્ત

J&K: ટેરર ફંડિંગ કેસમાં જમાત-એ-ઈસ્લામીના 50થી વધુ લોકેશન પર NIAની રેડ, અનેક દસ્તાવેજ જપ્ત

Terror Funding Case: જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા સંગઠનો અને એનજીઓના કાર્યાલયો તથા ઘરો પર રવિવાર સવારથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે

Terror Funding Case: જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા સંગઠનો અને એનજીઓના કાર્યાલયો તથા ઘરો પર રવિવાર સવારથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે

પવન શર્મા, નવી દિલ્હી. ભારત વિરોધી ગતિવિધિઓ (Anti-India Activities)માં સામેલ થવા અને ટેરર ફંડિંગની આશંકામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigate Agency- NIA)એ રવિવાર વહેલી સવારે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં એક સાથે 50થી વધુ લોકેશન પર દરોડા (Raid) પાડ્યા છે. સૂત્રો મુજબ, કાશ્મીરની સાથોસાથ જમ્મુના અલગ-અલગ જિલ્લાઓમાં જમાત-એ-ઈસ્લામી (Jamaat-e-Islami) સાથે જોડાયેલા સંગઠનો અને એનજીઓના કાર્યાલયો તથા ઘરો પર રવિવાર સવારથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

મળતી જાણકારી મુજબ, રવિવાર સવારે લગભગ પાંચ વાગ્યે NIAએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોની સાથે અલગ-અલગ લોકેશન પર દરોડા પાડ્યા. અહેવાલ છે કે આ દરોડા ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેલા લોકોના ઘરો પર પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો, હરિયાણાઃ 67 વર્ષીય વૃદ્ધે 19 વર્ષની યુવતી સાથે કર્યા લવ મેરેજ, ગામ લોકોએ કહ્યું- ‘દાળમાં કંઈક કાળું છે’

સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, આ દરોડામાં ડિજિટલ એવિડન્સની સાથોસાથ અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.  નોંધનીય છે કે, NIAએ પોતાના રિપોર્ટના આધારે થોડાક મહિનાઓ પહેલા જમાત-એ-ઈસ્લામીની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ દરોડામાં એનઆઇએના પાંચ એસપી અને 150થી વધુ અધિકારી સામેલ છે. દરોડા કિશ્તવાડ, ડોડા, રામબન, રાજૌરી, બારામુલા, પુલવામા, અનંતનાગ, શોપિયાં, કુલગામ, બડગામ અને શ્રીનગરમાં હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ મુખ્ય સંદિગ્ધ અપરાધોના ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી

1. ગુલ મોહમ્મદ વાર- ગંદેરબલનો રહેવાસી આ શખ્સ જમાત-એ-ઈસ્લામી સંગઠનનો જિલ્લા પ્રમુખ છે.
2. અબ્દુલ હમીદ ભટ- ગમચીપુર વિસ્તારનો રહેવાસી છે.
3. જહુર અહમદ રેશી- જમાત-એ-ઈસ્લામીનો સભ્ય અને ફલાહ-એ-આમ ટ્રસ્ટમાં શિક્ષક છે. હાલ સફાપોરામાં એક દુકાનનો માલિક છે.
4. મેરાજુદ્દીન રેશી- તે પહેલા આતંકી રહી ચૂક્યો છે. હાલ તે દુકાનદાર છે.

આ પણ વાંચો, Modi Government: મહિલાઓ અને બાળકોની સાથે વધી રહેલા યૌન ઉત્પીડનનો મામલો, 31 રાજ્યોમાં હશે ફાસ્ટ ટ્રેક કોર્ટ
" isDesktop="true" id="1122302" >

એનઆઇએના અધિકારીઓ મુજબ, તપાસ દરમિયાન ઘણા અગત્યના પુરાવા અને દસ્તાવેજોને જપ્ત કરીને એનઆઇએની ટીમ હવે વધુ તપાસ કરશે. તેની સાથે જ આતંકવાદીઓ સાથે જોડાયેલા કનેક્શન વિશે તપાસ કરવા માટે આવનારા સમયમાં અનેક લોકોના નિવેદન નોંધવામાં આવશે.
First published:

Tags: Jammu and kashmir, National Investigate Agency, NIA Raids in Jammu Kashmir, NIA Raids Jamaat-e-Islami, NIA raids Jamaat-e-Islami residences, NIA raids Terror Funding

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો