ISIS Kerala Module: એનઆઈએના જણાવ્યા પ્રમાણે, આરોપીઓને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા માટે જમ્મુ કાશ્મીરમાં હિજરત કરવાની યોજના બનાવી હતી અને આ યાત્રા માટે અલગ અલગ રીતે રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા. 2021માં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મલ્લપુરમના મોહમ્મદ અમીન અબૂ યાહ્યાની તપાસ શરૂ કરી હતી, તે ટેલિગ્રામ, હૂપ અને ઇન્સ્ટાગ્રામ જેવા કેટલાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ISISનો પ્રચાર કરતો હતો.
શ્રીનગરઃ આઇએસઆઈએસના કેરળ મોડ્યુલથી જોડાયેલી જાણકારી લઈને એનઆઈએ શ્રીનગર સહિત જમ્મુ-કાશ્મીરની કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા. આઈએસઆઈએસ કેરળ મોડ્યુલ મામલે એનઆઈએએ શંકાસ્પદ જગ્યાની તપાસ કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, શ્રીનગરના કરફલી મોહલ્લા હબ્બાકદલના ફારૂક અહમદના દીકરા ઉજૈર અહમદના ઘરે દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. એનઆઈએ પોલીસ સ્ટેશનમાં પહેલેથી નોંધાયેલી એક ફરિયાદ મામલે દરોડા પાડ્યા હતા.
એનઆઈએ પ્રમાણે, આરોપીઓએ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા માટે જમ્મુ-કાશ્મીરમાં હિજરત કરવાની યોજના બનાવવામાં આવી હતી અને આ યાત્રા માટે અલગ અલગ રીતે રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા. 2021માં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મલ્લપુરમના મોહમ્મદ અમીન અબૂ યાહ્યાની તપાસ શરૂ કરી હતી. તે ટેલિગ્રામ, હૂપ અને ઇન્સ્ટાગ્રામ જેવા કેટલાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી આઈએસઆઈએસનો પ્રચાર કરતા હતા. આ ચેનલના માધ્યમથી આઈએસઆઈએસની હિંસક જિહાદી વિચારધારાઓ ફેલાવવાનું કામ કરતો હતો. તેનાથી જ આઈએસઆઈએસ મોડ્યૂલમાં નવા સભ્યોની ભરતી કરવામાં આવતી હતી. એનઆઈએએ ટાર્ગેટ કિલિંગ કરનારા કેટલાક લોકોની ઓળખ કરી નાંખી છે.
કેરળની દિપ્તિનો ISIS તરફ લગાવ વધ્યો હતો
એનઆઈએની તપાસમાં મળેલી માહિતી પ્રમાણે, મોહમ્મદ અમીનકેરળની દિપ્તિ મારલાના સંપર્કમાં હતો, જે એક પરિવર્તિત મુસ્લિમ હતી. તેણે મેંગ્લોરના અનસ અબ્દુલ રહેમાન સાથે લગ્ન કર્યા હતા. 2015માં તે અભ્યાસ માટે દુબઈ ગઈ હતી. ત્યાં મિજા સિદ્દીકી સાથે તેની મુલાકાત થઈ હતી અને બંને મહિલાઓનો ISIS તરફ ઝૂકાવ વધી ગયો હતો. 2019માં તેમણે ખુરાસાન જવાની કોશિશ કરી હતી અને ઇરાનના તહેરાન પહોંચી ગઈ હતી. તહેરાન પહોંચ્યા બાદ ખુરાસાન સ્થિત આઇએસઆઈએસના સાગરિતો સાથે સંપર્ક ન થતા તો બંને ભારત પરત આવી ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર