Home /News /national-international /Exclusive : NIAએ બિહારમાં PFI સાથે જોડાયેલા 8 સ્થળો પર દરોડા પાડ્યા, ટાર્ગેટ કિલિંગના ષડયંત્રની શંકામાં 2ની ધરપકડ

Exclusive : NIAએ બિહારમાં PFI સાથે જોડાયેલા 8 સ્થળો પર દરોડા પાડ્યા, ટાર્ગેટ કિલિંગના ષડયંત્રની શંકામાં 2ની ધરપકડ

NIAએ PFI કેડર દ્વારા ઘડવામાં આવેલા ટાર્ગેટ કિલિંગના કથિત કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. (ફાઇલ ફોટો)

NIA raid in Bihar: NIAએ બિહારની રાજધાની પટનાને અડીને આવેલા ફુલવારીશરીફ અને પૂર્વ ચંપારણમાં મોતિહારીમાં PFIના 8 શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને બે લોકોની ધરપકડ કરી હતી.

નવી દિલ્હી : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે કથિત રીતે જોડાયેલા શંકાસ્પદ આતંકી મોડ્યુલના સંબંધમાં બિહારના મોતિહારી જિલ્લામાંથી બે વ્યક્તિઓની રવિવારે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ પૂર્વ ચંપારણ જિલ્લાના રહેવાસી તનવીર રઝા ઉર્ફે બરકાતી અને મોહમ્મદ આબિદ ઉર્ફે આર્યન તરીકે થઈ છે.

NIAએ શનિવારે 4 ફેબ્રુઆરીએ પૂર્વ ચંપારણ જિલ્લામાં આઠ સ્થળોએ દરોડા પાડતી વખતે પીએફઆઈ કેડર દ્વારા ઘડવામાં આવેલા ટાર્ગેટ કિલિંગ કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંનેએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપવા માટે રેકી કરી હતી. આ સિવાય હથિયારો અને દારૂ ગોળાની પણ વ્યવસ્થા કરી હતી.

સૂત્રોએ CNN-News18 ને જણાવ્યું હતું કે શસ્ત્રો PFI ના શસ્ત્રો પ્રશિક્ષક યાકુબ ઉર્ફે સુલતાન ઉર્ફે ઉસ્માનને સોંપવાના હતા, જે PFI કેડર માટે તેમના "કથિત દુશ્મનો" ને નિશાન બનાવવા માટે શસ્ત્રો તાલીમ સત્રો ચલાવતા હતા.

આ પણ વાંચો : Indian Railways : દેશમાં દોડશે સ્લીપર કોચવાળી વંદે ભારત ટ્રેન, જાણો રેલવેની સંપૂર્ણ સુવીધાઓ અંગે..

'સોશિયલ મીડિયા ટ્રોલર્સની ટાર્ગેટ કિલિંગ એક કાવતરું હતું'

યાકુબે થોડા દિવસો પહેલા ફેસબુક પર એક વાંધાજનક અને ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેનો હેતુ શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો હતો. આ પોસ્ટની સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર ઘણા વપરાશકર્તાઓ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પછી, યાકુબ અને આ બે ધરપકડ કરાયેલા લોકોએ તેમાંથી કેટલાક ટ્રોલર્સને ઓળખ્યા અને તેમની હત્યાનું કાવતરું ઘડ્યું.

PFI અને તેના નેતાઓ અને કાર્યકર્તાઓની હિંસક અને ગેરકાયદેસર

પ્રવૃત્તિઓમાં સંડોવણીના સંદર્ભમાં NIAના દરોડા અને ધરપકડ કરવામાં આવી હતી, જેઓ આ જ હેતુ માટે પટનાના ફુલવારીશરીફ વિસ્તારમાં ભેગા થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ ધરપકડો સાથે, PFIના 'કિલર મોડ્યુલ'નો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ટાર્ગેટ કિલિંગના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.

PFI સાથે જોડાયેલા અન્ય 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે

અગાઉ, PFI મોડ્યુલ સંબંધિત કેસમાં, 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી PFI સંબંધિત ઘણા વાંધાજનક લેખો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, 4 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવેલા સર્ચ દરમિયાન, ઘણા ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અગાઉ ગયા વર્ષે જુલાઈમાં, બિહાર પોલીસે 3 લોકોની ધરપકડ કરતી વખતે કથિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. જેમાં ઝારખંડના નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝની 13મી જુલાઈના રોજ પટનાને અડીને આવેલા ફુલવારી શરીફ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બિહારની વિનંતી પર ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા નૂરુદ્દીન જંગીની ત્રણ દિવસ બાદ લખનૌથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ..
First published:

Tags: Bihar News, Crime Alert