Home /News /national-international /NIA Raid: PFIની 40 જગ્યાએ NIAના દરોડા, આંધ્ર અને તેલંગાણામાંથી 4 લોકોની અટકાયત

NIA Raid: PFIની 40 જગ્યાએ NIAના દરોડા, આંધ્ર અને તેલંગાણામાંથી 4 લોકોની અટકાયત

ફાઇલ તસવીર

NIA Raid: એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યુ કે, તેલંગાણામાં 38 જગ્યાએ અને આંધ્ર પ્રદેશમાં 2 જગ્યાએ તપાસ દરમિયાન ચાર લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યુ હતુ કે, અભિયાન દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજ, બે તીક્ષ્ણ હથિયાર અને 8.31 લાખ રૂપિયાથી વધુ રોકડ સહિત અન્ય આપત્તિજનક ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની વિરુદ્ધમાં રવિવારે તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં 40 જગ્યાએ તપાસ હાથ ધરી હતી. એક અધિકારીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, આતંકી કામગીરીને અંજામ આપવા માટે ધર્મના આધારે જુદા-જુદા સમૂહ વચ્ચે દુશ્મનીને ઉત્તેજના આપવા માટે કથિત રીતે ટ્રેનિંગ કેમ્પ આયોજિત કરવા સાથે જોડાયેલા એક કેસમાં પીએફઆઈ વિરુદ્ધ દરોડા પાડ્યા છે.

    4 લોકોની અટકાયત કરી


    એએનઆઈના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, તેલંગાણામાં 38 જગ્યાએ અને આંધ્ર પ્રદેશમાં 2 જગ્યાએ તપાસ દરમિયાન 4 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. અભિયાન દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો, બે તીક્ષ્ણ હથિયાર અને અંદાજે 8.31 લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ સહિત અન્ય આપત્તિજનક ચીજવસ્તુઓ જપ્ત કરી છે.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં NIAના દરોડા યથાવત, આતંકી ફંડિંગની મામલે તપાસ

    4 જુલાઈએ કેસ દાખલ થયો હતો


    શરૂઆતમાં 4 જુલાઈએ તેલંગાણાના નિઝામાબાદમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને રાજ્ય પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ અબ્દુલ કાદર, શેખ સહદુલ્લા, મોહમ્મદ ઇમરાન અને મોહમ્મદ અબ્દુલ મોબિનની ધરપકડ કરવામાં આવી હતી.

    26 ઓગસ્ટે ફરી ફરિયાદ દાખલ થઈ


    પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, તપાસ એજન્સીએ કાર્યવાહી આગળ વધારવા માટે 26 ઓગસ્ટે ફરીથી ફરિયાદ દાખલ કરી હતી. તેલંગાણામાં 38 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં નિઝામાબાદની 23થી વધુ જગ્યાઓ, જગત્યાલમાં સાત, હૈદરાબાદમાં ચાર, નિર્મલમાં બે અને આદિલાબાદ તથા કરીમનગર જિલ્લામાં એક-એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

    આ પણ વાંચોઃ રૂપિયાની પથારી કરી સૂતા બિઝનેસમેનને ત્યાં ઈડીના દરોડા

    કાદર સહિત 26 લોકો સામેલ


    અધિકારીએ જણાવ્યુ હતુ કે, કાદર અને 26 અન્ય લોકો સાથે સંબંધિત કેસમાં આંધ્ર પ્રદેશના કુર્નૂલ અને નેલ્લોર જિલ્લામાં એક-એક જગ્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ તેમણે કહ્યુ હતુ કે, આરોપીઓ આતંકી કામગીરી પાર પાડવા અને ધર્મને આધારે જુદા જુદા સમૂહ વચ્ચે દુશ્મની પેદા કરવા માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરરતા હતા. આ મામલે પણ તપાસ હજુ ચાલુ છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Andhra Pradesh, Raids, Telangana

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन