પુલવામાં હુમલાના 6 દિવસ બાદ FIR દાખલ, NIAએ જૈશ અને મસૂદ અઝહરનું નામ ઉમેર્યુ

પાકિસ્તાનનો દાવો છે કે ભારતે પુરાવા વગર તેની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે તપાસ એજન્સીઓને મહત્ત્તવપૂર્ણ પુરાવાઓ મળ્યા છે.

14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદે એક વીડિયો જાહેર કરી હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી NIAએ 6 દિવસ બાદ એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં આતકંવાદી મસૂદ અઝહર અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ કરાયો છે.

  14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદએ એક વીડિયો જાહેર કરી અને ઘટનાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલા બાદ ભારત પાકિસ્તાનના સબંધોમાં ખૂબ જ તણાવ સર્જાયું છે.

  આ પણ વાંચો: BCCI પાકિસ્તાનનને ICC વર્લ્ડ કપ 2019માંથી બાકાત કરવાની માંગ કરશે: સૂત્ર

  ઇન્ગલિશ અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના સમાચાર મુજબ, પ્રાથમિક તપાસમાં મસૂદ અઝહરે પાકિસ્તાન સાથે મળી આ કાવતરુ ઘડ્યું હોવાના હુમલાના પુરાવા મળ્યા છે.

  આ પણ વાંચો: હાર્દિકનો દાવો- PM મોદી પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહીં આપે

  પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાને આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવાએ ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સને સોંપ્યા છે. અહેવાલો મુજબ, ભારતે પેરિસ સ્થિતિ FTATને એક ડોઝિયર સોંપ્યું છે જેમાં હુમલા સાથે જોડાયેલી અન્ય ગતિવિધીઓના પુરાવા છે. FTATએ પ્રતિક્રિયા આપી છે કે તે આ ડોઝિયરનો અભ્યાસ કરી અને પ્રતિક્રિયા આપશે.

  આ પણ વાંચો: હિઝ્બુલની ધમકી, કાશ્મીરીઓને કઈ થયું તો બહારના મજૂરોને મારી નાંખીશુ
  Published by:Jay Mishra
  First published: