નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency)એ દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) અને છોટા શકીલ સહિત દાઉદ ગેંગના 6 લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. NIAએ દાવો કર્યો છે કે ડી કંપનીના લોકો આતંકવાદી સંગઠનો (Terrorist Organization) જૈશ-એ-મોહમ્મદ, જમાત-ઉદ-દાવા અને અલ કાયદા સાથે મળીને કામ કરતા હતા. દાઉદ ઈબ્રાહિમ શસ્ત્રોની દાણચોરી, ડ્રગ રેકેટ ચલાવવા અને અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તેને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરાયો છે.
એનઆઇએની એફઆઇઆમાં જણાવાયું છે કે, ભારત છોડ્યા બાદ દાઉદ ઈબ્રાહિમે છોટા શકીલ, જાવેદ ચિકના, ઈકબાલ મિર્ચી અને અન્યો સાથે પોતાનું નેટવર્ક ચલાવ્યું હતું. આ લોકો સ્લીપર સેલ ચલાવીને પ્રખ્યાત હસ્તીઓ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓને તેમના સાગરિતો દ્વારા નિશાન બનાવી રહ્યા છે.
આરોપ છે કે દાઉદ ઈબ્રાહિમ લાંબા સમયથી ભારતમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો છે. તેણે હવાલા દ્વારા ઘણા લોકોને મદદ કરી છે જેઓ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે ડી કંપનીની સૂચનાઓ પર કામ કરી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ દાઉદ ઈબ્રાહિમની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે આ લોકોએ દેશમાં રમખાણો જેવી સ્થિતિ સર્જવા માટે લોકોની ભરતી કરી હતી.
ડી કંપનીના લોકો પણ આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે જેના કારણે દેશમાં સાંપ્રદાયિક હિંસાને પ્રોત્સાહન મળે છે. ANI એ ભારતીય પિનલ કોડની કલમ 120B અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ 17, 18, 20, 21, 38 અને 40 હેઠળ કેસ નોંધ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઇએની આ કાર્યવાહી અંગે ડી કંપનીએ કહ્યું કે આ તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને અમે તેને નકારીએ છીએ. ભારતીય તપાસ એજન્સી વર્ષોથી આવું કરી રહી છે. પરંતુ હંમેશા કશું સાબિત કરવામાં અસમર્થ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટો બાદથી ફરાર છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે દાઉદ કરાચીમાં પાકિસ્તાન આર્મીના આશ્રય હેઠળ રહે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર