શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકા મામલે કેરળમાં બે શકમંદોની પૂછપરછ

પ્રતિકાત્મક તસવીર

21 એપ્રિલનાં રોજ શ્રીલંકામાં થયેલી શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 253થી વધુ લોકોનાં મોત નિપજ્યાં હતાં અને ઇસ્લામિક સ્ટેટે તેની જવાબદારી લીધી હતી.

 • Share this:
  કેરળ: નેશનલ ઇન્વેસ્ટિગેશ એજન્સી (NIA)એ રવિવારે કેરળમાં ત્રણ સ્થળો પર ઇસ્લામિક સ્ટેટનાં આતંકી હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરી હતી અને તાજેતરમાં શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકા માટે શકમંદોની પુછપરછ કરી હતી.

  તપાસકર્તાઓને શંકા છે કે, કેરળમાં સ્થાનિક રીતે ઇસ્લામિક સ્ટેટ સક્રિય છે અને શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકા સાથે તેને કોઇ સંબધ હોઇ શકે છે.

  21 એપ્રિલનાં રોજ શ્રીલંકામાં થયેલી શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 253થી વધુ લોકોનાં મોત નિપજ્યાં હતાં અને ઇસ્લામિક સ્ટેટે તેની જવાબદારી લીધી હતી. આ ધડાકાઓમાં 500થી વધુ લોકો ઘાયલ થયા હતા.

  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ત્રણ શકમંદોને ત્યાં રેડ પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં કાસરગોડ અને પલ્લકડમાં રેડ પાડી હતી. તપાસ એજન્સીઓ આ શકમંદોની પુછપરછ કરી રહી છે.
  આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, બાતમીનાં આધારે તેમણે આ રેડ પાડી હતી. અધિકારીઓને બાતમી એવી મળી હતી કે, કેરળમાં રહેતા કેટલા શંકાસ્પદ લોકોને શ્રીલંકામાં થયેલા બોમ્બ વિસ્ફોટો સાથે સંબધ છે. આ શકમંદોમાં અગાઉ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હતા.

  કેરળમાં રહેતા ત્રણ વ્યક્તિઓને કોઇક રીતે ઇસ્લામિક સ્ટેટ સાથે કોઇ લીંક છે અને અધિકારીઓ એ જાણવા માંગે છે કે ભારતમાં તે સક્રિય તો નથી ને. તપાસકર્તા અધિકારીઓએ કેટલાક વ્યક્તિઓની પુછપરછ માટે અટકાયત કરી છે અને તેમની પાસેથી કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે.
  Published by:Vijaysinh Parmar
  First published: