Home /News /national-international /NIAએ કહ્યુ- પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પૂરતા પુરવા નથી, ચૂંટણી લડવા પર EC લેશે નિર્ણય

NIAએ કહ્યુ- પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પૂરતા પુરવા નથી, ચૂંટણી લડવા પર EC લેશે નિર્ણય

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર (ફાઇલ ફોટો)

પ્રજ્ઞા સિંહ ઠાકુરના નોમિનેશનની વિગતો મુજબ તેઓ ભિક્ષા અને સમાજથી મળેલી મદદ પર નિર્ભર છે

    વર્ષ 2008માં થયેલા માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ મામલામાં એનઆઈએ (નેરનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી)એ મંગળવારે સ્પષ્ટ કરી દીધું છે આરોપી પ્રજ્ઞા ઠાકુરની વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. ત્યારબાદ પ્રજ્ઞા ઠાકુર ચૂંટણી લડી શકશે કે નહીં તેનો નિર્ણય હવે ચૂંટણી પંચ કરશે. પ્રજ્ઞાએ મંગળવારે જ ભોપાલ લોકસભા બેઠકથી બીજેપીની ટિકિટ પર ઉમેદવારીપત્ર ભર્યું છે.

    નોંધનીય છે કે, નિસાર બિલાલ નામની એક વ્યક્તિએ એનઆઈએ સ્પેશલ કોર્ટને અપીલ કરી હતી કે જ્યાં સુધી ટ્રાયલ ચાલી રહ્યો છે પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી ચૂંટણી લડવાથી રોકવામાં આવે. નિસારનો દીકરો સૈયદ અહમન માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હતો. ત્યારબાદ એનઆઈએએ કોર્ટમાં જવાબ દાખલ કરીને કહ્યું છે કે 2006માં તેમણે જે સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે તેમાં પ્રજ્ઞાની વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાની વાત કબૂલ કરવામાં આવી છે. એનઆઈએએ પોતાના ચાર પાનાના જવાબમાં એનઆઈએ જજ વીએસ પડાલકરને કહ્યું કે પ્રજ્ઞા અને અન્ય ચાર આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા નથી મળી શક્યા.

    પ્રજ્ઞાએ ભર્યું ઉમેદવારીપત્ર

    પ્રજ્ઞા ઠાકુરે મંગળવારે ઉમેદવારીપત્ર પણ ભરી દીધું અને તેની સાથે પોતાની સંપત્તિની વિગતો પણ આપી છે. તેમાં આપવામાં આવેલી વિગતો મુજબ પ્રજ્ઞા સિંહ ઠાકુર ભિક્ષા અને સમાજથી મળેલી મદદ પર નિર્ભર છે. તેમની પોતાની અલગથી કોઈ આવક નથી. તેઓએ લખ્યું છે કે આવકનો સ્ત્રોત ભિક્ષા અને સમાજ છે. આ હિસાબથી અત્યાર સુધી તેમની પાસે કુલ 4 લાખ 44 હજાર 224 રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. જેમાં 2 લાખ 54 હજાર 400 રૂપિયાની જ્વલેરી પણ સામેલ છે.

    આ પણ વાંચો, PMએ કહ્યું- સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની ટિકિટ આપવી યોગ્ય, રાહુલ-સોનિયા પણ છે જામીન પર બહાર

    બીજેપી ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર પર અપરાધિક કેસ પણ નોંધાયેલો છે. તેમની પર હત્યા, હત્યાનો પ્રયાસ અને આતંકવાદી કૃત્યના મામલા નોંધાયા છે. તેમની વિરુદ્ધ નાસિક સ્થિત માલેગાંવમાં 2008માં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને મામલો બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Eci, Lok sabha election 2019, Sadhvi pragya thakur, એનઆઇએ, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन