NIAએ દાઉદ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ડી-કંપની સાથે જોડાયેલા અનેક નામો સામે આવ્યા
NIAએ દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. (ફાઇલ ફોટો)
આતંકવાદી ગતિવિધિઓ અને વિસ્ફોટોથી ભારતને ભયભીત કરનાર દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ NIAએ ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાઉદ ઈબ્રાહિમ વૈશ્વિક આતંકવાદી છે અને તેના સાગરિતો તેના સમર્થનથી ભારતમાં સક્રિય છે. એનઆઈએની ચાર્જશીટમાં દાઉદ ઈબ્રાહિમ ઉપરાંત ઈબ્રાહિમ કાસકર અને અન્યના નામ સામેલ છે.
મુંબઈઃ આતંકવાદી ગતિવિધિઓ અને વિસ્ફોટોથી ભારતને ભયભીત કરનાર દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ NIAએ ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાઉદ ઈબ્રાહિમ વૈશ્વિક આતંકવાદી છે અને તેના સાગરિતો તેના સમર્થનથી ભારતમાં સક્રિય છે. એનઆઈએની ચાર્જશીટમાં દાઉદ ઈબ્રાહિમ ઉપરાંત ઈબ્રાહિમ કાસકર અને અન્યના નામ સામેલ છે.
NIA દ્વારા મુંબઈની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં દાઉદ સહિત ત્રણ ધરપકડ કરાયેલા આરોપીઓ અને છોટા શકીલના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. NIA અનુસાર, આ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાઉદ વૈશ્વિક આતંકવાદી છે અને તે ડી કંપની ચલાવે છે. ભારતમાં તેની પ્રવૃત્તિઓ ચાલુ છે જે ભારતના સાર્વભૌમત્વ માટે મોટો ખતરો છે.
ડી કંપની વિરુદ્ધ
FIR નોંધાઈ હતી NIAએ આ વર્ષે મુંબઈમાં D કંપની વિરુદ્ધ FIR નોંધી હતી, ત્યારબાદ 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં NIAએ તપાસ કરી, જેમાં તેની ગેંગ સાથે જોડાયેલી ઘણી મહત્વની કડીઓ મળી આવી. આ ચાર્જશીટ મુંબઈની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે દાઉદ ઈબ્રાહિમના પાકિસ્તાન સહિત ઘણા દેશોમાં ઠેકાણાઓ છે. તેણે ભારતમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે, પરંતુ તે ફરાર છે. દેશમાં દાઉદ ઈબ્રાહિમની ગેંગ સક્રિય હોવાના પુરાવા મળ્યા છે અને ગુપ્તચર એજન્સી આ અંગેના ષડયંત્રોને સતત નિષ્ફળ બનાવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર