Home /News /national-international /NIAએ કેરળમાં મોટી રેડ કરી, દિલ્હી-યુપી સહિત ઘણા શહેરોમાં હતું આતંકી હુમલાનું પ્લાનિંગ

NIAએ કેરળમાં મોટી રેડ કરી, દિલ્હી-યુપી સહિત ઘણા શહેરોમાં હતું આતંકી હુમલાનું પ્લાનિંગ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કેરળમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને મોટા દરોડા પાડ્યા છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કેરળમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને મોટા દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. NIAને જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ દિલ્હી, યુપી, કર્ણાટક, તમિલનાડુ સહિત ઘણા શહેરોમાં મોટા હુમલાની યોજના બનાવી હતી. મળતી માહિતી મુજબ NIAએ મલ્લપુરમમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કેરળમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને મોટા દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. NIAને જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ દિલ્હી, યુપી, કર્ણાટક, તમિલનાડુ સહિત ઘણા શહેરોમાં મોટા હુમલાની યોજના બનાવી હતી. મળતી માહિતી મુજબ NIAએ મલ્લપુરમમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

    થોડા દિવસો પહેલા NIAની કાર્યવાહીમાં ધરપકડ કરાયેલ PFIના 20 લોકોની પૂછપરછના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. NIA અનુસાર, મલપ્પુરમમાં આ 3 સ્થળોએથી રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ કરવામાં આવી હતી. NIAએ એવો પણ ખુલાસો કર્યો છે કે આરોપીઓએ કેમ્પમાં આતંકી તાલીમ લીધી હતી.

    આ કારણે સર્જાઈ એનઆઈએ તપાસની માંગ

    ઉલ્લેખનીય છે કે કેરળમાં એનઆઈએ તપાસના સવાલ એ સમયે ઉઠ્યા જ્યારે કોઈમ્બતુરમાં મંદિરની પાસે બ્લાસ્ટ થયો અને એક એન્જિનિયર છોકરાનું મોત થયું હતું. કેન્દ્ર સરકારે આ બ્લાસ્ટની તપાસ એનઆઈએને સોંપી દીધી. બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પણ આ મામલામાં એનઆઈએની તપાસ કરવાની ભલામણ કરી હતી. તમિલનાડું સરકારે કહ્યું હતું કે તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે તેમાં રાજ્યોના બહારી તત્વો સંડોવાયેલા છે અને આંતરરાષ્ટ્રીય તાર જોડાયેલા હોઈ શકે છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Cbi raid, NIA Raids in Jammu Kashmir, NIA raids Terror Funding

    विज्ञापन
    विज्ञापन