કેરળ અને બંગાળમાંથી નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ, યહૂદીઓના તહેવાર પર કરવાના હતા હુમલો

News18 Gujarati
Updated: September 19, 2020, 11:36 AM IST
કેરળ અને બંગાળમાંથી નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ, યહૂદીઓના તહેવાર પર કરવાના હતા હુમલો
સંદિગ્ધ આતંકી.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શનિવારે સવારે મોટી કાર્યવાહી કરતા કેરળ (Kerala)ના અર્નાકુલમમાંથી ત્રણ અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુર્શિદાબાદમાંથી છ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

  • Share this:
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)એ અલકાયદા (Al-Qaeda)ના મોટા નેટવર્કની માહિતી મેળવતા આ સાથે જોડાયેલા નવ જેટલા સંદિગ્ધ આતંકીની ધરપકડ કરી લીધી છે. NIAએ શનિવારે સવારે મોટી કાર્યવાહી કરતા અલકાયદા મૉડ્યૂલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ માટે કેરળ (Kerala) અને પશ્ચિમ બંગાળ (West Bengal)માં મોટાપાયે દરોડાં કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડાં અલકાયદાને લઈને સાવ નવા મામલા અંગે કરવામાં આવ્યા છે. દરોડાંની કાર્યવાહી કેરળના અર્નાકુલમ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શનિવારે સવારે મોટી કાર્યવાહી કરતા કેરળ (Kerala)ના અર્નાકુલમમાંથી ત્રણ અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુર્શિદાબાદમાંથી છ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે આ તમામ દેશમાં મોટો આતંકી હુમલો કરવા માટે ષડયંત્ર ઘડી રહ્યા હતા. એનઆઈએ તરફથી જે આતંકીઓની ધરપકડ કરી છે તેમાંથી મોટા ભાગના આતંકીઓની ઉંમર 20 વર્ષની આસપાસ જણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 53 લાખને પાર, છેલ્લા 23 કલાકમાં 1,247 લોકોનાં મોત

એનઆઈએને બાતમી મળી હતી કે અલકાયદા, ભારતમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ માટે અનેક આંતકી દેશના પ્રતિષ્ઠિત સંસ્થાઓની રેકી કરી ચુક્યા છે અને બહુ ઝડપથી મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આવી બાતમી બાદ તપાસ એજન્સીએ પોતાના નેટવર્કને કામે લગાડ્યું હતું. તપાસમાં માલુમ પડ્યું કે અમુક આતંકીઓ કેરળ અને પશ્ચિમ બંગાળમાં છૂપાયેલા છે. આ લોકો કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. જે બાદમાં આજે સવારે NIAએ અર્નાકુલમ અને મુર્શિદાબાદમાં અનેક સ્થળે એક સાથે દરોડાં કર્યાં હતાં. દરોડાં દરમિયાન અલકાયદાના પાકિસ્તાન પ્રાયોજિત મૉડ્યુલ સાથે જોડાયેલા નવ આતંકીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: લદાખમાં બીમાર પડવા લાગ્યા ચીની સૈનિકો, ફિંગર 4 પરથી હૉસ્પિટલ લઈ જવાયા
18 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર વચ્ચે કરવાના હતા મોટો હુમલો

અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા અલકાયદાના આતંકીઓ ઇઝરાયેલ સાંસ્કૃતિક અને ધાર્મિક સેન્ટરને નિશાન બનાવવાના હતા. આ આતંકીઓ 18 સપ્ટેમ્બરથી 11 ઓગસ્ટ વચ્ચે યહૂદી ફેસ્ટિવલ દરમિયાન ભારતમાં અલગ અલગ સ્થળે ઇઝરાયેલના લોકો પર હુમલો કરવાના હતા.
Published by: Vinod Zankhaliya
First published: September 19, 2020, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading