પુલવામાં હુમલાખોરની મદદ કરનાર ઝડપાયો, NIAનો ખુલાસો- વિસ્ફોટક ઑનલાઇન મંગાવ્યા હતા

News18 Gujarati
Updated: February 29, 2020, 7:57 AM IST
પુલવામાં હુમલાખોરની મદદ કરનાર ઝડપાયો, NIAનો ખુલાસો- વિસ્ફોટક ઑનલાઇન મંગાવ્યા હતા
શાકિર બશીર માગરે

એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ18 સાથે વાતચીતમાં જણાવ્યું કે 22 વર્ષના માગરેએ ખુલાસો કર્યો છે કે બેટરી અને એમોનિયમ નાઇટ્રેટ તેમણે ઑનલાઇન પોર્ટલ પરથી મંગાવ્યાં હતાં.

  • Share this:
નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને પુલવામાં હુમલા (Pulwama Attack) સાથે જોડાયેલા મામલામાં મોટી સફળતા મળી છે. એજન્સીએ શુક્રવારે જાણકારી આપી કે પુલવામાં હુમલા સાથે જોડાયેલો એક વ્યક્તિ જૈશ-એ-મોહમ્મદ (Jaish-E-Mohammad)નો ઓવર ગ્રાઉન્ડ વર્કર શાકિર બશીર માગરેની ધરપકડ કરી લેવામાં આવી છે. શાકિરે આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડારને આશરો આપ્યો હતો અને અન્ય મદદ કરી હતી. એટલું જ નહીં તેણે એનઆઈએની તપાસમાં મોટા ખુલાસા પણ કર્યાં છે. માગરેએ જણાવ્યું કે આત્મઘાતી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા બોમ્બમાં વપરાયેલા એમોનિયમ નાઇટ્રેટ, નાઇટ્રો-ગ્લિસરીન અને આરડીએક્સ જેવી વિસ્ફોટક સામગ્રીનો તેણે ઑનલાઇન ઑર્ડર આવ્યો હતો.

એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ18 સાથે વાતચીતમાં જણાવ્યું કે 22 વર્ષના માગરેએ ખુલાસો કર્યો છે કે બેટરી અને એમોનિયમ નાઇટ્રેટ તેમણે ઑનલાઇન પોર્ટલ પરથી મંગાવ્યાં હતાં.

ડાર પહેલા માગરે ગાડી ચલાવી રહ્યો હતો

માગરેએ એવું પણ જણાવ્યું કે વિસ્ફોટક ભરેલી મારુતિ ઇકો કાર કે જેનો ઉપયોગ સીઆરપીએફના કાફલા પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો તે કારને તે જ ચલાવીને ઘટનાસ્થળના 500 મીટર સુધી લઈને આવ્યો હતો. હુમલાની જગ્યાથી 500 મીટર દૂર તે ગાડીમાંથી નીચે ઉતરી ગયો હતો. બાદમાં આદિલ અહમદ ડારે આ ગાડીને ચલાવીને હુમલાને અંજામ આપ્યો હતો.

એનઆઈએ તરફથી જાણકારી આપવામાં આવી છે કે 2018ના અંતથી ફેબ્રુઆરી 2019 એટલે કે પુલવામાં હુમલા સુધી તેણે આદિલ અહમદ ડાર અને પાકિસ્તાનના આતંકી મોહમ્મદ ઉમર ફારુકને તેણે પોતાના ઘરે આશરો આપ્યો હતો. એટલું જ નહીં શાકિરે IEDની તૈયારીમાં પણ આ લોકોની મદદ કરી હતી. શાકિરની વધુ પૂછપરછ માટે 15 દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

સીઆરપીએફના આવવા-જવાની માહિતી રાખતો હતો 

માગરેની ફર્નિચરની દુકાન લેથપોરા પુલની પાસે આવેલી હતી, મોહમ્મદ ઉમરની સલાહ બાદ તે જાન્યુઆરી 2019માં જમ્મુ-શ્રીનગર ધોરીમાર્ગ પર સીઆરપીએફના કાફલાની આવન-જાવન પર નજર રાખી રહ્યો હતો. આ અંગે મોહમ્મદ ઉમર અને આદિલ અહમદ ડારને સૂચના આપતો હતો. એનઆઈએના જણાવ્યા પ્રમાણે મારુતિ ઇકો કારને મૉડિફાઇ કરવામાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં તેમાં આઈઈડી ફીટ કરવામાં પણ તે સામેલ હતો.

એનઆઈએના જણાવ્યા પ્રમાણે ડાર અને માગરે ઉપરાંત પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ ઉમર ફારુક અને આઈઈડી નિષ્ણાત કામરાન પુલવામાં હુમલાના ષડયંત્રમાં સામેલ હતા.

ફોનમાંથી મળ્યા મહત્વના પુરાવા

માર્ચ 2019માં આ બંનેને ઠાર કરાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કામરાનનો મોબાઇલ ફોન એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ મળ્યો હતો. જેનાથી એનઆઈએને મોટી સફળતા મળી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, "આ ફોનમાંથી તેમને એક વીડિયો મળ્યો હતો, જેમાં આરડીએક્સ સાથે નાઇટ્રેટનું મિશ્રણ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી હતી. આ ઉપરાંત ફોનમાંથી અનેક નંબર મળ્યાં હતાં. જેનાથી એનઆઈએને ખૂબ મદદ મળી હતી."

પાકિસ્તાનથી આરડીએક્સ લાવ્યાની આશંકા

એનઆઈએને આશંકા છે કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલું 80 કિલોગ્રામ આરડીએક્સ ક્રૉસ-એલઓસી ટ્રેડ રૂટનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. એનઆઈએના અધિકારીઓનું કહેવું છે કે માગરેની પૂછપરછ બાદ અનેક ખુલાસા થવાની આશા છે.

નોંધનીય છે કે ગત વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામાં હુમલામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કરી દીધો હતો. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જૈશના આતંકીએ વિસ્ફોટક ભરેલી ગાડી સીઆરપીએફના કાફલા સાથે અથડાવી દીધી હતી. ભીષણ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા.
First published: February 29, 2020, 7:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading