11 રાજ્યોમાં PFIના ઠેકાણાઓ પર NIA-EDની રેડ, રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત 106ની ધરપકડ
PFIના વિવિધ ઠેકાણાઓ પર રેડ.
કેરળમાં PFIના વિવધ ઠેકાણાઓ પર NIA અને EDએ રેડ કરી છે. રેડ PFIના રાજ્ય, ડિસ્ટ્રીક્ટ લેવલના નેતાઓના ઘરે કરવામાં આવી છે. ઓમા સલામ, PFIના ચેરમેન માનજરીના ઘરે પણ રેડ કરવામાં આવી છે.
તિરુવનતપુરમ: નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) પોપ્યુલ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેની સાથે જોડાયેલી લિન્ક પર સમગ્ર દેશમાં રેડ કરી છે. ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલમાં તપાસ એજન્સીએ કાર્યવાહી છે. ઈડી, એનઆઈએ અને રાજ્યોની પોલીસે 11 રાજ્યોમાંથી પીએફઆઈ સાથે જોડાયેલા 106 લોકોની અલગ-અલગ મામલાઓમાં ધરપકડ કરી છે. એનઆઈએ પીએફઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓએમએસ સલામ અને દિલ્હીના અધ્યક્ષ પરવેઝ અહમદની ધરપકડ કરી છે. તેમાંથી કેટલાક લોકોને NIAના દિલ્હીના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવી શકે છે. હાલ NIAની ઓફિસની સુરક્ષા વધારવામાં આવી છે.
10 રાજ્યોમાં રેડ દરમિયાન 100થી વધુ કેડરની ધરપકડ
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ એએનઆઈ અને ઈડીની ટીમે રાજ્ય પોલીસની સાથે મળીને કુલ દસ રાજ્યોમાં રેડ કરી અને આ દરમિયાન પીએફઆઈના 100થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી છે. એએનઆઈએ કોઈમ્બ્તુર, કુડ્ડાલોર, રામનાડ, ડિંડુગલ, થેની અને થેનકાસી સહિત તમિલનાડુમાં ઘણી જગ્યાઓ પર પીએફઆઈના નેતાઓના ઘરે રેડ કરી છે. પુરસાવક્કમમાં ચેન્નાઈ પીએફઆઈના સ્ટેટ હેડની ઓફિસમાં પણ સર્ચ ચાલી રહ્યું છે.
ચેરમેનના ઘરની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ દેખાવો કર્યા
એનઆઈએ અને ઈડીએ બુધવારે અડધી રાતે અચાનક જ મલપ્પુરમ જિલ્લાના મંજેરીમાં પીએફઆઈ અધ્યક્ષ ઓમએ સલામના ઘરે રેડ કરી. રેડ હજી પણ ચાલી રહી છે અને આ દરમિયાન કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા. ચેરમેનના ઘરની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા.
Kerala | NIA & ED conducting raids at the house of OMA Salam, PFI chairman in Manjeri, Malappuram district, PFI workers stage protest pic.twitter.com/9bXewpGJo6
ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલામાં સમગ્ર દેશમાં PFIની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશના 10 રાજ્યોમાં એનઆઈએ અને ઈડીની ટીમે પીએફઆઈના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરે રેડ કરી છે અને લગભગ 100 કેડરની ધરપકડ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર