ગ્રીન ટ્રીબ્યુનલે અરવિંદ કેજરીવાલ સરકારને રૂ 50 કરોડને દંડ ફટકાર્યો

News18 Gujarati
Updated: October 16, 2018, 3:06 PM IST
ગ્રીન ટ્રીબ્યુનલે અરવિંદ કેજરીવાલ સરકારને રૂ 50 કરોડને દંડ ફટકાર્યો
અરવિંદ કેજરીવાલ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશ છતાં દિલ્હીનાં વઝીરપુરમાં ઉદ્યોગો પ્રદુષણ ફેલાવી રહ્યાં છે

  • Share this:
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને રૂ 50 કરોડનો દંડ ફટકાર્યો છે. ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશ હોવા છતા પ્રતિબંધિત ઉદ્યોગને બંધ ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં ચેરપર્સન જસ્ટીસ આદર્શ કુમાર ગોએલે આમ આદમી પાર્ટી સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, ગ્રીન કોર્ટે ચોક્કસ ઉદ્યોગોને રહેણાંક વિસ્તારમાં ચાલુ રાખવા માટે વિશેષ આદેશ કર્યા હતા પણ કેજરીવાલની સરકારે તેની સામે આંખ આડા કાન કર્યા હતા.

ગ્રીન ટ્રીબ્યુનલે આ ઔદ્યોગિક યુનિટોને તાત્કાલિક અસરથી બંધ કરવાનાં આદેશ કર્યા હતા.

જ્યારે ગણેશજીની મૂર્તિઓ કેદીઓની આવક અને પર્યાવરણની રક્ષક બની…

આ પહેલા, ઓલ ઇન્ડિયા લોક અધિકાર સંઘમ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં એવી દાદ માંગવામાં આવી હતી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા દિલ્હી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આ ઉદ્યોગોને બંધ કરવા માટે જે આદેશ આપ્યા હતા તેનો અમલ થયો નથી.
દિલ્હી માસ્ટર પ્લાન પ્રમાણે આ પ્રકારનાં ઉદ્યોગો રહેણાંક વિસ્તારમાં ચાલુ રાખી શકાય નહીં અને તેને બંધ કરવાના છે.
Loading...

આ અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશ છતાં દિલ્હીનાં વઝીરપુરમાં આ પ્રકારનાં ઉદ્યોગ ધમધમી રહ્યા છે અને એફલ્યુઅન્ટ સ્થાનિગ ડ્રેનેજમાં છોડે છે અને તે યમુના નદીમાં ભળે છે.
આ પ્રકારની લાપરવાહીથી પર્યાવરણને મોટુ નુકશાન થઇ રહ્યું છે.

ભાવનગરના ડોક્ટરનો પર્યાવરણ બચાવવાનો એક વિચાર જોત જોતામાં ‘મિશન’ બની ગયો
First published: October 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...