દિલ્હી સરકારને NGTએ ફટકાર્યો 25 કરોડનો દંડ, વસુલાશે અધિકારીઓના પગારમાંથી

News18 Gujarati
Updated: December 3, 2018, 3:18 PM IST
દિલ્હી સરકારને NGTએ ફટકાર્યો 25 કરોડનો દંડ, વસુલાશે અધિકારીઓના પગારમાંથી
દંડની વસુલી સરકારી ખજાનામાંથી નહી, પરંતુ સરકારના અધિકારીઓના પગારમાંથી અને પ્રદૂષણ ફેલાવતા લોકો પાસેથી થશે.

દંડની વસુલી સરકારી ખજાનામાંથી નહી, પરંતુ સરકારના અધિકારીઓના પગારમાંથી અને પ્રદૂષણ ફેલાવતા લોકો પાસેથી થશે.

  • Share this:
પ્રદૂષણને અટકાવવામાં નિષ્ફળ રહેવા પર એક વાર ફરી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ દિલ્હી સરકાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે, એનજીટીએ AAP સરકાર પર 25 કરોડનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે, દંડની વસુલી સરકારી ખજાનામાંથી નહી, પરંતુ સરકારના અધિકારીઓના પગારમાંથી અને પ્રદૂષણ ફેલાવતા લોકો પાસેથી થશે.

એનજીટીએ આગળ કહ્યું કે, જો દિલ્હી સરકાર આ રકમ ચુકવવામાં નિષ્ફળ રહેશે તો, તેની પાસેથી દર મહિને 10 કરોડનો દંડ વસુલવામાં આવશે. પ્રદૂષણ સાથે જોડાયેલી અડધોડઝન અરજીઓ પર સોમવારે એનજીટી સુનાવણી કરી રહી હતી. જેમાં એ પણ સામે આવ્યું છે કે, એનજીટીના છેલ્લા આદેશનું પાલન નથી કરવામાં આવ્યું.

આમાં એક મામલો ઓક્ટોબરમાં રોહિણીના આવાસીય વિસ્તાર સાથે જોડાયેલો હતો, જેમાં 200થી વધારે કાર વર્કશોપ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આને લઈ આ વિસ્તારમાં હંમેશા ટ્રાફિક જામની સમસ્યા અને પ્રદૂષણનું સ્તર વધતું રહેતું હતું. આ તમામ કાર વર્કશોપ ગેરકાયદે આ વિસ્તારમાં ચાલી રહી હતી.

દિલ્હીમાં પ્રદૂષણને લઈ સુપ્રીમ કોર્ટે પણ સકત રૂપ અપનાવ્યું છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પ્રદૂષણ સંબંધી ફરિયાદોનું નિરાકરણ ન નીકળનારી સ્થાનિક એજન્સિઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય. કોઈને તો જેલમાં મોકલવાની જરૂર છે, આજ એક રીત છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) અનુસાર, દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સુધાર થયો છે અને આ સાથે એયર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યૂઆઈ) 298 નોંધવામાં આવી. હવામાન વિભાગ અનુસાર, દિવસનું અધિકત્તમ તાપમાન 26 ડીગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે, એક દિવસ પહેલા શનિવારે ન્યૂનત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને અધિકતમ તાપમાન સામાન્યથી એક ડીગ્રી વધારે 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
First published: December 3, 2018, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading