Home /News /national-international /

NFHS-5 રિપોર્ટ: ભારતમાં 7.5% પરિવારો પાસે પોતાની કાર છે, ગોવા પ્રથમ અને બિહાર છેલ્લું

NFHS-5 રિપોર્ટ: ભારતમાં 7.5% પરિવારો પાસે પોતાની કાર છે, ગોવા પ્રથમ અને બિહાર છેલ્લું

ભારતમાં કેટલા ટકા પરિવાર પાસે પોતાની કાર છે?

Indian own a car : NFHS-5ના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, દેશમાં 7.5% પરિવારો પાસે પોતાની કાર છે, ચાર વર્ષમાં દોઢ ટકા વધારો થયો છે, તો જોઈએ કયા રાજ્યમાં કેટલા ટકા પરિવાર પાસે પોતાની કાર છે.

    નવી દિલ્હી: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21 (NFHS-5) રિપોર્ટ અનુસાર, ભારતમાં 7.5% પરિવારો પાસે પોતાની કાર છે. છેલ્લા 4 વર્ષમાં આ સંખ્યામાં 1.5%નો વધારો થયો છે. વર્ષ 2018માં આ આંકડો 6% હતો. રાજ્ય મુજબ વાત કરીએ તો આ મામલામાં ગોવા પ્રથમ, કેરળ બીજા અને અવિભાજિત જમ્મુ-કાશ્મીર ત્રીજા સ્થાને છે. ગોવામાં 45.2% પરિવારો પાસે પોતાની કાર છે. આ આંકડો કેરળમાં 24.2% અને જમ્મુ-કાશ્મીરમાં 23.7% છે.

    હિમાચલ પ્રદેશમાં 22.1% પરિવારો પાસે કાર છે, પંજાબમાં આ આંકડો 21.9% છે અને નાગાલેન્ડમાં 21.3% છે. સિક્કિમમાં 20.9% પરિવારો પાસે પોતાની કાર છે. આ મામલામાં પહાડી અને પૂર્વોત્તર રાજ્યો સૌથી આગળ છે. અરુણાચલ પ્રદેશમાં 19.3%, મણિપુરમાં 17.0%, મિઝોરમમાં 15.5%, મેઘાલયમાં 12.9%, આસામમાં 8.1% પરિવારો પાસે કાર છે. જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પછી ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં 12.7% પરિવારો પાસે કાર છે.



    દિલ્હીમાં 19.4% પરિવારો પાસે પોતાની કાર છે

    દેશની રાજધાની દિલ્હીમાં 19.4% પરિવારો પાસે પોતાની કાર છે. હરિયાણામાં 15.3% પરિવારો પાસે કાર છે. વસ્તીની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં માત્ર 5.50% પરિવારો પાસે જ કાર છે. બિહારમાં સૌથી ઓછા પરિવાર પાસે પોતાની કાર છે. આ રાજ્યમાં માત્ર 2.0 ટકા પરિવારો પાસે પોતાની કાર છે. આ પછી ઓડિશાનો નંબર આવે છે. ઓડિશામાં 2.7% પરિવારો પાસે કાર છે.

    આ પણ વાંચોMonsoon 2022 : હવામાન વિભાગની આગાહી, 48 કલાકમાં અંદમાન-નિકોબારમાં સક્રિય થશે ચોમાસુ, 5 દિવસ ગાજવીજ સાથે થશે વરસાદ

    બિહાર પછી બંગાળ અને ઓડિશા આવે છે

    પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં 2.8%, ઝારખંડ 4.1%, મધ્યપ્રદેશ 5.3%, છત્તીસગઢ 4.3%, તેલંગાણા 5.2%, તમિલનાડુ 6.5%, કર્ણાટક 9.1%, મહારાષ્ટ્ર 8.7%, રાજસ્થાન 8.2% અને ગુજરાતમાં 10.9% ઘરોમાં પોતાની કાર છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ એક વિગતવાર સર્વેક્ષણ પ્રક્રિયા છે જેના હેઠળ સરકાર દર બે વર્ષે ભારતીય પરિવારોના વિવિધ વિસ્તારોમાંથી ડેટા એકત્રિત કરે છે. તેના આધારે સરકાર પોતાની જનહિતની નીતિઓ અને યોજનાઓ બનાવે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Car News, Cars, National news, National News in gujarati, Reports

    આગામી સમાચાર