નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની વિરુદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાન (Coronavirus Vaccination Campaign)નું બીજું ચરણ આજે એટલે કે સોમવાર સવારે 9 વાગ્યાથી શરૂ થઈ જશે. વેક્સીનેશનના બીજા ચરણમાં 60થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો (Senior Citizens)ને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. સાથોસાથ ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનું પણ વેક્સીનેશન કરવામાં આવશે. વેક્સીનેશન માટે લોકો કોવિન 2.0 પોર્ટલના માધ્યમથી ક્યાંય પણ, ક્યારે પણ રજિસ્ટ્રેશન કરાવીને અપોઇન્ટમેન્ટ નક્કી કરી શકો છો. તેની સાથે જ કેન્દ્ર સરકારે કોવિન 2.0ને લઈને પૂરી ગાઇડન્સ નોટ પણ જાહેર કરી દીધી છે.
10 હજારથી વધુ પ્રાઇવેટ હૉસ્પિટલ
કોરોના વાયરસ વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન અને અપોઇન્ટમેન્ટનું યૂઝર મેન્યૂઅલ જાહેર કરતાં કેન્ર્. સરકારે કહ્યું કે, શાનદાર ગ્રાઉન્ડવર્ક અને સતર્કતા માટે એડવાઇઝરી નક્કી કરવાથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણને અટકાવવામાં મદદ મળી છે. કેન્દ્ર સરકારે વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન માટે cowin.gov.in પોર્ટલ ઓપન કર્યું છે, જેની પર સોમવાર સવારે 9 વાગ્યાથી રજિસ્ટ્રેશન કરવામાં આવી શકે છે. તેના માટે આયુષ્માન ભારત PMJAY યોજના હેઠળ 10 હજારથી વધુ પ્રાઇવેટ હૉસ્પિટલ, CGHS હેઠળ 600 હૉસ્પિટલ અને અન્ય પ્રાઇવેટ હૉસ્પિટલોને વેક્સીનેશન કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે.
વેક્સીનેશનના આ ચરણ માટે સરકારે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં વેક્સીનની કિંમત 250 રૂપિયા નક્કી કરી છે, જેમાં 100 રૂપિયા સર્વિસ ચાર્જ છે. વેક્સીનેશનનું બીજું ચરણ આગામી 6 સપ્તાહ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે વેક્સીનેશન માટે 20 ગંભીર બીમારીઓની ઓળખ કરી છે, જેનાથી પીડાતા 45થી વધુ ઉંમરના દર્દીઓ આ ચરણમાં વેક્સીન લઈ શકશે. જેમકે છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના હુમલાની સારવાર માટે જો વ્યક્તિ હૉસ્પિટલમાં દાખલ થયા હશે તો તેઓ વેક્સીન લઈ શકશે.
કોરોના વેક્સિનની કિંમત કેટલી હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. કોરોનાની વેક્સિન સરકારી હોસ્પિટલમાં મફતમાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝની કિંમત 250 રૂપિયા રહેશે. 150 રૂપિયા કોરોના વેક્સિનના અને 100 રૂપિયા એડ્મિનિસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સરકારી હૉસ્પિટલોમાં વેક્સીન મફતમાં મળશે, પરંતુ પ્રાઇવેટ હૉસ્પિટલમાં લોકોને ચાર્જ ચૂકવવો પડશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર