Home /News /national-international /Happy New Year 2023: દેશ અને દુનિયામાં નવા વર્ષનું શાનદાર સ્વાગત, જુઓ ક્યાં કેવી રીતે થઈ ઉજવણી
Happy New Year 2023: દેશ અને દુનિયામાં નવા વર્ષનું શાનદાર સ્વાગત, જુઓ ક્યાં કેવી રીતે થઈ ઉજવણી
happy new year 2023
દુનિયાભરમાં શનિવારે લોકોએ નવા વર્ષનું શાનદાર રીતે સ્વાગત કર્યું છે. અહીં દિલ્હી, ગોવાથી લઈને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, થાઈલેન્ડ અને ચીનમાં આતશબાજી અને ડાંસની સાથે લોકોએ નવા વર્ષ (Happy New Year 2023)ના જશ્નને મનાવ્યો હતો.
નવી દિલ્હી: દુનિયાભરમાં શનિવારે લોકોએ નવા વર્ષનું શાનદાર રીતે સ્વાગત કર્યું છે. અહીં દિલ્હી, ગોવાથી લઈને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, થાઈલેન્ડ અને ચીનમાં આતશબાજી અને ડાંસની સાથે લોકોએ નવા વર્ષ (Happy New Year 2023)ના જશ્નને મનાવ્યો હતો.
અહીં રાજધાની દિલ્હીમાં નવા વર્ષના અવસર પર કનોટ પ્લેસ અને ઈંડિયા ગેટ સહિત કેટલીય જગ્યા પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. કોરોના વાયરસની મહામારીને લઈને બે વર્ષના લાંબા ગાળા બાદ જશ્ન મનાવવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને દોસ્તો સાથે ઈંડિયા ગેટ અને કર્તવ્ય પથ પર પહોંચી ગયા હતા.
નવા વર્ષની સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં દસ્તક દીધી હતી. અહીં રાજધાનીમાં ઓકલેન્ડની સામે આવેલા નવા વર્ષના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમાં લોકો નવા વર્ષની ખુશીમાં નાચતા-ગાતા દેખાઈ રહ્યા હતા.
#WATCH | People in New Zealand cheerfully welcome New Year 2023 amid fireworks & light show. Visuals from Auckland.#NewYear2023
બીજી તરફ, સિડનીના ઓપેરા હાઉસની ઉપર નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ભારે આતશબાજી થઈ ગતી. આ નજારો જોવા માટે હજારો લોકો રસ્તા પર નીકળ્યા હતા. આ આતશબાજી દૂરથી પણ સરળતાથી જોઈ શકાતી હતી. અહીં અડધી રાતે મુખ્ય કાર્યક્રમથી ત્રણ કલાક પહેલા આ રીતની આતશબાજી કરવાની પરંપરા છે.
તો વળી થાઈલેન્ડની રાજધાની બેન્કોકમાં પણ નવા વર્ષના સ્વાગતની શાનદાર તસ્વીરો સામે આવી છે. અહીં ચાઓ ફ્રાયા નદી પર વાટ અરુણ બૌદ્ધ મંદિર પર શાનદાર આતશબાજીની સાથે નવા વર્ષનું જશ્ન મનાવામાં આવ્યું હતું.
તો વળી ચીનમાં કોરોના વાયરસની નવી લહેર સામે ઝઝૂમી રહેલા ચીનમાં પણ મહામારીની વચ્ચે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. ચીનના પૂર્વી જિઆંગસૂ પ્રાંતના હુઆઈઆનમાં નવા વર્ષ પહેલા શિયો વર્લ્ડ થીમ પાર્કની ઉપર આકાશમાં શાનદાર આતશબાજી જોવા મળી હતી.
તો વળી હોંગકોંગમાં વિક્યોરિયા હાર્બરની પાસે નવા વર્ષના સ્વાગતમાં આતશબાજી અને લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.