પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝ18 રાઈજિગ ઈન્ડીયા સમીટમાં ધોલા-સદીયા પુલની ચર્ચા કરી. આ પુલનું ઉદ્ધાટન પીએમ મોદીએ 2017માં પોતાની સરકારના ત્રમ વર્ષ પુરા થયા બાદ કર્યું હતું. આ પુલ દેશનો સૌથી લાંબી નદી પર બનાવવામાં આવ્યો છે. આ પુલ આસામના પૂર્વ વિસ્તારમાં અરૂણાચલ પ્રદેશની બોર્ડર પાસે બન્યો છે.
બ્રહ્મપુત્રા નદી પર બનાવવામાં આવેલ 9.15 કિમી લાંબો આ પુલ એશિયાનો બીજા નંબરનો સૌથી લાંબો પુલ છે. આ આસામના તિનસુકિયા જીલ્લાના ધોલા અને સદિયાને જોડે છે. આ એજ સ્થાન છે, જ્યાં પ્રખ્યાત સંગીતકાર ભૂપેન હજારિકાનો જન્મ થયો હતો. મેકિંગ ઓફ ડેવલપ્ડ ઈન્ડિયા અથવા મોદીફેસ્ટ કાર્યક્રમના ઉદ્ધાટન સમારોહ દરમ્યાન મોદી એક દિવસમાં લગભગ એક હજાર કિમીની હવાઈ યાત્રા કરશે.
દેશનો સૌથી લાંબો પુલ છે ધોલા-સદિયા
ધોલા સદિયા દેશનો અત્યાર સુધીનો સૌથી લાંબો પુલ છે. 950 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થનાર આ પુલનું નિર્માણ 2011માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પુલ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપથી બનાવવામાં આવ્યો છે.
આ પુલ શરૂ થવાથી આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે યાત્રાના સમયમાં 4 કલાકનો ગટાડો થયો. આ પુલ બની જવાથી સ્થાનિક લોકોને નજીકનું રેલ્વેસ્ટેશન તિનસુખિયા અને ડિબ્રુગઝ એરપોર્ટ પહોંચવામાં સરળતા થઈ. આ સિવાય બે લાઈનના આ પુલની ડિઝાઈન એ પ્રકારે કરવામાં આવી છે કે, આની પર 100 કિમી પ્રતિ કલાકની સ્પીડે ગાડીઓ ચલાવી શકાય છે.
સામરિક મહત્વ
દેશનો આ સૌથી લાંબો પુલ 60 ટનના યુદ્ધ ટેંકના ભારને પણ સહન કરી શકે છે. આ પુલ એટલા માટે પણ ખાસ છે કારણ કે, અહીંથી ચીનની બોર્ડરની હવાઈ દુરી લગભગ 100 કિમી છે. આ પુલ દ્વારા સેનાઓની ચીન બોર્ડર સુધી આવન-જાવનમાં સરળતા રહેશે. આસામના ઉત્તરી અને દક્ષિણી વિસ્તાર આ પુલ સાથે જોડાતા વિકાસની પહોંચ આસામના પૂર્વોત્તર વિસ્તાર સુધી પહોંચી શકશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર