#News18RisingIndia સમિટમાં સામેલ થયેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે હવે શું ભાજપ અમને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવશે. પહેલા અમે અંગ્રેજોથી લડ્યા હતા. આજે ચોરોથી લડી રહ્યા છીએ. કમલનાથે પીએમ પર નિશાન સાધતા કહ્યું કે મારી 56 ઈંચની છાતી નથી, જે લોકો અમારી મજાક ઉડાવતા હતા, પરંતુ આજે સરકારને નક્કી કરવું પડશે કે શું કરવાનું છે. આપણે તેમને સૂચન આપવાની પણ જરૂર નથી. સરકારના તમામ રિસોર્સિસ છે.
કમલનાથે કહ્યું કે કેટલા કેબિનેટ મંત્રી ગ્રામ્ય ભારતમાં ગયા છે કે પછી કેટલાએ ચૂંટણી લડી છે? આપણું બજાર કૃષિ પર નિર્ભર છે. કૃષિથી જ આ દેશની અર્થવ્યવસ્થા મજબૂત થાય છે. મધ્ય પ્રદેશની 70 ટકા વસતી કૃષિ પર નિર્ભર કરે છે. ભાજપનું નેતૃત્વ જમીનથી કપાઈ ગયું છે. સીએમ કમલનાથે સવાલ પૂછતા કહ્યું કે ચૂંટણીના બે મહિના પહેલા ખેડૂતોને 2 હજાર રૂપિયા મોકલવાનો અર્થ શું છે? શું તમને લાગે છે કે આ દેશના ખેડૂત મુર્ખ છે. ખેડૂતોની સમસ્યા 'ડિસ્ટ્રેસ'ના કારણે નહીં પરંતુ 'એક્સેસ'ના કારણે છે.
કમલનાથે કહ્યું કે જે કરિયાણાની દુકાનો ચાલે છે તે ખેડૂતોના કારણે ચાલે છે, દેશમાં કૃષિ ક્ષેત્ર અનેક આર્થિક પ્રવૃત્તિઓ ચલાવે છે. મધ્યપ્રદેશની 70 ટકા જનતા કૃષિ પર નિર્ભર છે. કરિયાણાની દુકાન પર કામ કરી રહેલા માણસનો પગાર ઉપર પણ ખેડૂતની ખરીદવાની ક્ષમતાથી અસર પડે છે. કમલનાથે કહ્યું કે ખેડૂત દેવામાં જન્મે છે અને દેવામાં જ મરે છે, તેને રાત પહોંચાડવી સૌથી મોટી બાબત છે. આજે આફ્રીકાથી વધુ ભારતમાં ખેડૂતો મરી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર