ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ માટે લોકોએ ડિઝિટલ પેમેન્ટને અપનાવ્યું: PM મોદી

પીએમ મોદીએ રાઈઝિંગ ઈન્ડીયામાં પોતાનું સંબોધન શરૂ કરતા જ તેમણે કહ્યું કે...

પીએમ મોદીએ રાઈઝિંગ ઈન્ડીયામાં પોતાનું સંબોધન શરૂ કરતા જ તેમણે કહ્યું કે...

 • Share this:
  દેશના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18ના રાઈઝિંગ ઈન્ડિયા સમિટ શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશના અન્ય દિગ્ગજ નેતાઓ, બિઝનેસમેનો કલા-શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો સહિત આંતરરાષ્ટ્રીય દિગ્ગજો એક છત પર ભેગા થયા છે. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી દેશવાસીઓને સંબોધી રહ્યા છે.

  પીએમ મોદીએ રાઈઝિંગ ઈન્ડીયામાં પોતાનું સંબોધન શરૂ કરતા જ તેમણે કહ્યું કે, રાઈઝિંગનો મતલબ અંધારામાંથી પ્રકાશ તરફ જવું. દેશના સ્વાભિમાનનું રાઈઝિંગ એજ સાચુ રાઈઝિંગ છે. પીએમ મોદીએ સ્વચ્છતા અભિયાન, ડિઝિટલ ઈન્ડીયા તરફ લોકોને લઈ જવાના અભિયાન વિશે, સાથે ભ્રષ્ટાચાર દુર કરવાના સરકાર દ્વારા જે પગલા ભરવામાં આવ્યા તેની વાત કરી કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સરકારને લોકોનું સમર્થન મળ્યું, લોકોએ ભ્રષ્ટાચાર દુર કરવા ડિઝિટલ અભિયાનને પણ સમર્થન આપવાનું શરૂ કરી દીધુ છે.

  પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની યોજનાઓના વખાણ કરતા તે મુદ્દે માહિતી આપતા કહ્યું કે, ઉજ્જવલા યોજના દ્વારા કરોડો પરિવારની તસવીર બદલી રહી છે. ઘરે-ઘરે લોકો ચુલો છોડી ગેસનો ઉપયોગ શરૂ કરી દીધો છે. અમારી સરકાર દ્વારા પોષણ મિશનની શરૂઆત કરવામાં આવી. તેમણે વિકાસ અને રોજગારી મુદ્દે વાત કરતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, બિહાર અને ઉત્તરપ્રદેશમાં વર્ષોથી બંધ પડી રહેલ કારખાના ફરીથી શરૂ થઈ રહ્યા છે. જુની સરકારની યોજનાઓ અમે પુરી કરી રહ્યા છીએ.

  PM મોદીએ આરોગ્ય મુદ્દે વાત કરતા કહ્યું કે, આયુષ્યમાન યોજનાથી દેશના કરોડો ગરીબોને લાભ મળશે. દેશમાં પેરા મેડિકલ ક્ષેત્રે કામ કરવામાં આવી રહ્યું છે. દેશમાં એઈમ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે. અમે 3 હજારથી વધુ જીવન ઔષધી કેન્દ્રો શરૂ કરાવમાં આવ્યા. તેમને સરકારના અન્ય કામ મુદ્દે જણાવતા કહ્યું કે સરકારે દેશમાં 13 કરોડ ઘરમાં શૌચાલય બનાવ્યા છે, સ્વચ્છાત હશે તો સ્વાસ્થ્ય સારૂ રહેશે. તેમણે કહ્યું કે, દેશમાં હવાઈ સેવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેને ધ્યાનમાં લઈ, અમે ઉડાન યોજના અંતર્ગત 12 નવા એરપોર્ટનું નિર્માણ કર્યું છે.
  Published by:kiran mehta
  First published: