Home /News /national-international /

News18ની મહિલા પત્રકાર પર આસામ પોલીસે કર્યો લાઠીચાર્જ, થઈ ગંભીર રીતે ઘાયલ

News18ની મહિલા પત્રકાર પર આસામ પોલીસે કર્યો લાઠીચાર્જ, થઈ ગંભીર રીતે ઘાયલ

હું એટલી ગભરાઈ ગઈ કે, હું અમારી કાર તરફ ભાગવા લાગી...

હું એટલી ગભરાઈ ગઈ કે, હું અમારી કાર તરફ ભાગવા લાગી...

    આસામ-મિઝોરમ સીમા વિવાદ વચ્ચે મિજોરમ સ્ટુડન્ટના પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું. અહીં આસામ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ગોળી પણ ચલાવી. જેમાં કેટલાએ લોકો ઘાયલ થયા જેમાં ન્યૂઝ18ની પત્રકાર એમી સી લોબેઈ પણ શામેલ છે.

    એમી ખભા અને પીઠ પર લાઠાચાર્જના કારણે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત એનીને તત્કાલીન બૈરોબી હોસ્પિલ લઈ જઈ સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસના ગોળીબારમાં બે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. લોબેઈએ ફેસબૂક પોસ્ટ દ્વારા પૂરી ઘટના વિશે જાણકારી આપી હતી. તેણે લખ્યું છે કે, હું સવારે 6 કલાકે આઈઝવાલથી અન્ય રિપોર્ટરો સાથે નીકળી હતી. સવારે 11 કલાકે અમે બૈરોબી પહોંચ્યા અને સીઝા મીઝોરમ વિદ્યાર્થીઓની મુલાકાત કરી. આ પહેલા અમે 100 ફૂટ દૂર ઉભા રહેલ આસામના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, તે જ સમયે મિઝોરમ વિદ્યાર્થીઓએ પોલીસ સામે આગળ વધવાનું શરૂ કર્યું. તેમની પાસે લાકડીના ટૂકડાઓ હતા કોઈ હથિયાર ન હતા.

    અમીએ જણાવ્યું કે, આસામ પોલીસે વિદ્યાર્થીઓને પોતોની તરફ આગળ આવતા જોઈ, તેમને રોકવાની કોશિસ કરી. બંને તરફ કઈંક વાત કહેવામાં આવી અને લાઠાચાર્જ શરૂ કરી દેવામાં આવ્યો. પોલીસ લોકો પર લાઠી વરસાવતી વરસાવતી અમારી તરફ આવવા લાગી. મારા કબા પર , પીઠ પર પોલીસે લાઠા વરસાવી, પોલીસે બાદમાં ગોળીબારી શરૂ કરી દીધી. હું એટલી ગભરાઈ ગઈ કે, હું અમારી કાર તરફ ભાગવા લાગી.
    Published by:kiran mehta
    First published:

    Tags: ન્યૂઝ18

    આગામી સમાચાર