ચીન ભારતનું દુશ્મન કે મિત્ર? આ અંગે આજે રાત્રે ન્યૂઝ18 ગુજરાતી પર થશે મોટો ખુલાસો

News18 Gujarati
Updated: June 5, 2020, 6:35 PM IST
ચીન ભારતનું દુશ્મન કે મિત્ર? આ અંગે આજે રાત્રે ન્યૂઝ18 ગુજરાતી પર થશે મોટો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

ન્યૂઝ 18ના આ પોલને ભારતભરની 13 અલગ ભાષામાં રજૂ કરવામાં આવ્યો હતો.

  • Share this:
ભારત અને ચીન વચ્ચે લદાખ પાસે સૈન્ય સંઘર્ષ થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. (India-China Border Dispute) બંને દેશોની સેના અહીં પાછલા કેટલાક દિવસોથી આમને સામને ઊભા છે. એટલું જ નહીં ચીન અને ભારતને LAC (The Line of Actual Control) પાસે મોટી સંખ્યામાં પોતાની સેનાઓ પણ ખાબકી છે. ભારતે કાશ્મીર અહીં સેના બોલાવી છે અને આ વિસ્તારમાં હવાઇ માર્ગ માટે હવાઇ પટ્ટી બનાવાનું કામ પણ તેજ કર્યું છે. તો સામે પક્ષે ચીન પણ અહીંના વિસ્તારોમાં યુદ્ધ અભ્યાસ કરે છે. અને તેના ફાઇટર પ્લેન પણ આ વિસ્તારમાં ફરી રહ્યા છે.

જો કે ભારત અને ચીન વચ્ચે આ વિવાદનો ઉકેલ લાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી રહી છે. જેથી કોઇ પણ પ્રકારના સૈન્ય સંઘર્ષ વગર વાતચીતથી કોઇ ઉકેલ નીકળી શકે. પણ આમ છતાં આ મામલે ચીન તરફથી ભારતની સતત ધમકીઓ મળી રહી છે. આ મામલે ભારતની સૌથી નંબર વન ન્યૂઝ ચેનલ રહેલી ન્યૂઝ 18 એક પોલ દ્વારા લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રતિકાત્મક તસવીર


ન્યૂઝ 18ના આ પોલને ભારતભરની 13 અલગ ભાષામાં રજૂ કરવામાં આવ્યો હતો. અને સમગ્ર દેશ અને વિદેશમાં રહેલા લોકોએ આ પોલ અંગે અમને તેમના મંતવ્યો આપ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર


આ ઓનલાઇન પોલના તલસ્પર્શી તારણો આજે રાત્રે અમે તમને જણાવીશું. ભારતભરની જનતા ચીન અને ચીનના મનસુબા અંગે શું માને છે, શું વિચારે તે અંગે કેટલીક રસપ્રદ જાણકારીઓ અમને આ પોલના માધ્યમથી મળી છે. જે અંગે અમે જાણકારી અમે તમને આપીશું. આ ઓનલાઇન પોલમાં ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થશે કે કેમ, ચીન અંગે ભારતીય જનતાનું શું માનવું છે તે મામલે વિવિધ સવાલો પુછવામાં આવ્યા હતા. અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. તો આ પોલનું શું પરિણામ આવ્યું છે તેનો ખુલાસો અમે ટૂંક સમયમાં કરીશું.
First published: June 5, 2020, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading