ચૌપાલમાં બોલ્યા નીતિન ગડકરી, આવનાર વર્ષોમાં અમે 5 કરોડ જોબ ક્રિએટ કરીશું

ચૌપાલમાં બોલ્યા નીતિન ગડકરી, આવનાર વર્ષોમાં અમે 5 કરોડ જોબ ક્રિએટ કરીશું

તપાસ પુરી થાય ત્યાં સુધી સુશાંત સિંહ રાજપૂતના કેસ પર કોઈ નિવેદન નહીં - નીતિન ગડકરી

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Union Minister Nitin Gadkari) News18ના ચૌપાલ કાર્યક્રમમાં (News18 India Chaupal)કહ્યું કે જેવી રીતે અમે કોરોનાની લડાઇ લડી રહ્યા છીએ તેવી જ રીતે આર્થિક લડાઇ લડી રહ્યા છીએ. આ કારણે સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આપણે જલ્દી કોરોનાથી બહાર નીકળીશું, આપણું એક્સપોર્ટ વધશે અને દેશમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધશે. ગડકરીએ કહ્યું કે સરકાર દ્વારા એક્સપોર્ટ વધારવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. જેનાથી દેશમાં 5 કરોડ નોકરીઓની તક બનશે. આ અમારો લક્ષ્યાંક છે.

  ફેસબુક વિવાદ પર નીતિન ગડકરીએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના એક જવાબદાર નેતા છે તેમણે કોઈના રિપોર્ટના હવાલાથી કોઈ વાત કરવી જોઈએ નહીં. તેમણે પોતે રિસર્ચ કરવું જોઈએ અને આ પછી જ કોઈ વાત બધાની સામે રાખવી જોઈએ.

  આ પણ વાંચો - ચૌપાલ : કાનૂન મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું - ગાંધી પરિવારથી આગળ વધી ગયો છે દેશ, પણ રાહુલ માનવા તૈયાર નથી

  તપાસ પુરી થાય ત્યાં સુધી સુશાંત મામલા પર કોઈ નિવેદન નહીં

  નીતિન ગડકરીએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તપાસ થઈ રહી છે. મુંબઈ પોલીસે પોતાની તપાસ કરી છે, બાકી સીબીઆઈની પણ તપાસ થઈ રહી છે. તપાસ પુરી થયા સુધી આપણે તેના પર કોઈ નિવેદન ના કરવું જોઈએ. કોઇ રિપોર્ટ આવ્યા વગર આપણે તેના પર કોઈ પણ ટિપ્પણી ના કરવી જોઈએ.  કોરોના વૈશ્વિક સંકટ છે તેનાથી દરેકને નુકસાન

  કોરોના સંકટ પર બોલતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કોરોનાની લડાઇ દરમિયાન આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઉદ્યોગ ક્ષેત્ર, પરિવહન વગેરેમાં નુકસાન થઈ રહ્યું છે પણ આ સંકટ વૈશ્વિક છે. આપણે જલ્દી તેમાંથી બહાર નીકળીશું અને આપણને કોરોના વેક્સીન મળશે.
  Published by:Ashish Goyal
  First published: