ચૌપાલ : કાનૂન મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું - ગાંધી પરિવારથી આગળ વધી ગયો છે દેશ, પણ રાહુલ માનવા તૈયાર નથી

ચૌપાલ : કાનૂન મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું - ગાંધી પરિવારથી આગળ વધી ગયો છે દેશ, પણ રાહુલ માનવા તૈયાર નથી

બિહારમાં એનડીએ એક છે અને અમે ફરીથી સત્તામાં પાછા આવીશું, નીતિશ કુમાર જી ના નેતૃત્વમાં એનડીએ જીતશે - રવિશંકર પ્રસાદ

  • Share this:
    નવી દિલ્હી : News18 ચૌપાલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનમાં દેશના પીએમ બનીને નહીં પણ રામ ભક્ત બનીને ગયા હતા. તેમણે દેશમાં રામની મહિમાના ગુણગાન કર્યા હતા અને દેશમાં રામની સંસ્કૃતિનું વર્ણન કર્યું હતું. રવિ શંકર પ્રસાદે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનો પાયો નાખવામાં 70 વર્ષનો સમય લાગ્યો છે. જોકે આ કાનૂનની મર્યાદામાં બની રહ્યું છે અને જલ્દી ભગવાન રામનું ભવ્ય મંદિર બનશે.

    કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ફેસબુકના વિષયને લઈને બે વાત કહીશ. ફેસબુક કે ટ્વિટર કોઈપણ પ્લેટફોર્મ હોય બધાને મર્યાદામાં પોતાની વાત રાખવાનો અધિકાર છે. કેટલાક લોકો સમજે છે કે આ પ્લેટફોર્મ એક જ વામપંથી વિચારધારા માટે હોવું જોઈએ તે ખોટું છે. રાહુલ ગાંધી દરેકને લઈને કહે છે કે ત્યાં સંઘનું પ્રભુત્વ થઈ ગયું છે.

    આ પણ વાંચો - News18 ચૌપાલઃ પ્રકાશ જાવડેકરે કહ્યું, જનતાને ફેસ ન બતાવી શકનારા લોકો ફેસબુક પર લગાવી રહ્યા છે આરોપ

    દેશ હવે ગાંધી પરિવારથી આગળ વધી ગયો છે

    કોંગ્રેસ પર પ્રહાર કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી મીડિયા ઉપર પણ બીજેપીનું દબાણ બતાવે છે પણ આ સાચી વાત નથી. જનતાએ તેમને નકારી દીધા છે. હારેલા હતાશ લોકો તે સમજે છે કે દેશને ચલાવવા ભગવાન પાસેથી પટ્ટા લખીને લાવ્યા છે તો હું કહીશ કે આ પરિવાર હવે નિશ્ચિંત રહે દેશ તે પરિવારથી આગળ વધી ગયો છે. ચૌપાલ કાર્યક્રમમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ મારા પ્રધાનમંત્રી માટે જે ભાષાનો ઉપયોગ કર્યો હું તે વિશે વાત કરવા માંગતો નથી. દેશ હવે ગાંધી પરિવારથી આગળ વધી ગયો છે.

    સંવિધાનથી સેક્યુલર શબ્દ હટાવવાનો વિચાર નથી

    રવિશંકર પ્રસાદે કહ્યું કે સંવિધાનમાંથી સેક્યુલર શબ્દ હટાવવાનો કોઈ વિચાર અમારી પાસે આવ્યો નથી. આવો કોઈ શબ્દ 1950માં કેમ આપવામાં આવ્યો ન હતો. તે લોકો દેશના આત્માને જાણતા હતા. દેશના સંવિધાનમાં મૌલિક અધિકારોના પેજ પર રામ, લક્ષ્મણ, સીતાની લંકાથી પરત ફરતા તસવીર છે. આગામી બિહાર વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કાનૂન મંત્રીએ કહ્યું કે રાજ્યમાં એનડીએ એક છે અને અમે ફરીથી સત્તામાં પાછા આવીશું, નીતિશ કુમાર જી ના નેતૃત્વમાં એનડીએ જીતશે.
    Published by:Ashish Goyal
    First published: