News18 Gujarati Ukraine Exclusive Ground Zero Reporting: ન્યૂઝ18 ગુજરાતી ઈતિહાસમાં પહેલીવાર વિદેશી ધરતી ઉપર ચાલી રહેલા યુદ્ધનું Exclusive Ground Zero Reporting કરી રહ્યું છે.
કીવઃ છેલ્લા બે મહિના કરતા વધારે સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine war) ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં (Gujarati Media History) પહેલીવાર News18 Gujarati યુક્રેનમાં યુદ્ધ ભૂમિ પહોંચ્યું છે. ન્યૂઝ18 ગુજરાતીના સંવાદદાતા જનક દવે અને કેમેરામેન પંકજ તોમર યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગયા છે. અને જનક દવે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે રિપોર્ટિંગ કરી રહ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી ઈતિહાસમાં પહેલીવાર વિદેશી ધરતી ઉપર ચાલી રહેલા યુદ્ધનું Exclusive Ground Zero Reporting કરી રહ્યું છે.
સંવાદદાતા જનક દવે કીવની ધરતી ઉપરથી રિપોર્ટિંગ કરતા જણાવ્યું હતું કે યુક્રેનની રાજધાની કીવ ઉપર ચારે બાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને છાસવારે સાઈરનો વાગી રહી છે. જેના પગલે લોકો બંકરોમાં સંતાવવા મજબૂર બન્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, ગઈ કાલે જ રશિયન આર્મી દ્વારા એક 25 માળની રહેણાંક ઈમારત ઉપર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. જેના પગલે ઈમારતના બે માળ નષ્ટ થયા હતા. જ્યારે બિલ્ડિંગ પર લગાવેલા કાંચ તૂટી પડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રશિયાન આર્મી દ્વારા ત્રણ મિસાઈલો છોડવામાં આવી હતી. જોકે, યુક્રેનના સૈનિકો બે મિસાઈલોને રોકવા માટે સફળ રહ્યા હતા. જ્યારે એક મિસાઈલ બિલ્ડિંગ પર પડી હતી.
યુક્રેન યુદ્ધ ભૂમી પર ન્યૂઝ18 ગુજરાતી
જનક દવે વધુમાં જણાવ્યું હતું કે રશિયન આર્મી કીવ અને આજુબાજુના વિસ્તારોમાં હુમલાઓ કરવાનું ચાલું છે. સતત સાઈરનો પણ વાગી રહ્યા છે. રશિયન આર્મી દ્વારા એક હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવી હતી. જેના પગલે હોસ્પિટલ નષ્ટ થઈ હતી.
આ ઉપરાંત રશિયન આર્મી દ્વારા એક પછી એક બે મિસાઈલ યુક્રેનની સરકારી ફેક્ટરીને ઉપર છોડવામાં આવી હતી. જે રશિયન આર્મીના પહેલાથી નિશાના પર હતી. મિસાઈલોના હુમલાથી સરકારી ફેક્ટરી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. અને બહાર ઊભેલા ઝાડ પણ સંપૂર્ણપણે સળગી ગયા હતા. રશિયન આર્મીનો મુખ્ય ટાર્ગેટ કીવ છે કારણ કે કીવનું રાજકીય પણ મહત્વ છે. કીવમાં સત્તા પલટો થાય તો પુતિનની ઈચ્છા પૂર્ણ થાય.
રશિયા સામે સતત બે મહિનાથી યુક્રેન ઝીંક ઝાલી રહ્યું છે
રશિયન સેનાના ભીષણ હુમલા લગભગ બે મહિનાથી સતત યુક્રેનના વિવિધ પ્રદેશો પર થઈ રહ્યા છે. આમ છતાં યુક્રેન તેની સામે ઝીંક ઝાલી રહ્યું છે. આની પાછળનું કારણ એ છે કે અમેરિકા સહિતના નાટો દેશો તરફથી શસ્ત્રસરંજામની મદદ મળી રહી છે. હાલમાં જ પેન્ટાગોને દાવો કર્યો છે કે યુક્રેનમાં અમેરિકા તરફથી 90 જેટલી લોંગ રેન્જની હોવિત્ઝર તોપમાંથી અડધોઅડધ તોપ યુક્રેનમાં પહોંચાડી દેવાઈ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર