Agenda India: પીએમ મોદીએ પુલવામા હુમલા પર રાજકારણ કર્યું- મનીષ તિવારી

News18 Gujarati
Updated: March 31, 2019, 6:45 PM IST
Agenda India: પીએમ મોદીએ પુલવામા હુમલા પર રાજકારણ કર્યું- મનીષ તિવારી
એજન્ડા ઈન્ડિયા કોન્કલેવમાં મનીષ તિવારી અને પ્રકાશ જાવડેકર

જાવડેકરે કહ્યું કે સમગ્ર પાકિસ્તાન, ભારતના આ પગલાથી આઘાતમાં આવી ગયું

  • Share this:
ન્યૂઝ18 નેટવર્ક દ્વારા આયોજિત એજન્ડા ઈન્ડિયા કોનક્લેવમાં પુલવામા હુમલા અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા અનેક સવાલ થયા જ્યાં બીજેપી નેતા અને મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે ક્યારેય રાજકારણ નથી કર્યું માત્ર ઈચ્છા શક્તિની વાત કરીએ છીએ. અમે માત્ર એક્શન લીધું છે અગાઉની સરકારે લેવામાં નિષ્ફળ રહી.

તેની પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે ભારત તરફથી થયેલી સ્ટ્રાઇક પર અમે કોઈ પણ સવાલ નથી કર્યો. બાદમાં તેઓએ કહ્યું કે જ્યારે બીજેપી તરફથી આ નિવેદન આવ્યું કે અમારી સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના 300 આતંકવાદી માર્યા ગયા. રાજનીતિ ત્યાં સુધી ન થઈ જ્યાં સુધી બીજેપી નેતાઓએ આવા આંકડા કહેવાનું શરૂ નહોતું કર્યું.

આ પણ વાંચો, શું ઇન્ટેલિજન્સ ફેલિયર પર સવાલ ન પૂછવા જોઈએ? રણદીપ સુરજેવાલા

ત્યારબાદ જાવડેકરે કહ્યું કે સમગ્ર પાકિસ્તાન, ભારતના આ પગલાથી આઘાતમાં આવી ગયું. એવામાં કેટલા માર્યા ગયો તેનો અંદાજ લગાવવાના અનેક રસ્તા છે.

બીજી તરફ, મનીષ તિવારીને સવાલ કરવામાં આવ્યો કે જે પ્રકારના નિવેદન કોંગ્રેસના નેતાઓએ આપ્યા, તે નવજોત સિદ્ધુ હોય કે કોઈ બીજું, આવું કેમ થાય છે? તેની પર તેઓએ કહ્યું કે રાજનીતિનો અલંગ મંચ હોય છે પરંતુ નેશનલ વોર મેમોરિયલ પરર રાજકીય વક્તવ્ય આપીને તે મંચને તેટલું સન્માન ન આપ્યું. ચર્ચાને આગળ વધારતાં મનીષ તિવારીએ કહ્યું કે પુલવામા હુમલા બાદ જ્યારે પીએમ મોદીએ જનસભા કરી તો તેઓએ આ હુમલા પર કોઈ વાત ન કરી.

મનીષ તિવારીની આ તમામ વાતો પર જાવડેકરે કહ્યું કે એવું નીથ કે પીએમે તે દિવસે પુલવામાની કોઈ વાત ન કરી પરંતુ ધ્યાન દેશો તો ચુરુ સભાને શરૂ કરતાં પહેલા પીએમે હુમલાની વાત કરી. તેઓએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં જો કાશ્મીરને છોડી દો તો અહીં આતંકવાદી ઓછો થયો છે.
First published: March 31, 2019, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading