Agenda India: જ્યારે નિર્મલા સીતારમણની સામે ચોધાર આંસુએ રડી પડી શહીદની માતા

સૈનિક કિશોર કુમાર આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ગ્રેનેડથી ઘાયલ થતાં શહીદ થયા હતા

સૈનિક કિશોર કુમાર આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ગ્રેનેડથી ઘાયલ થતાં શહીદ થયા હતા

  • Share this:
    ભારતની રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે ન્યૂઝ18ના કાર્યક્રમ એજન્ડા ઈન્ડિયામાં સામેલ થયા. જ્યાં તેઓએ દેશ માટે પ્રાણની કુરબાની આપનારા જાંબાઝ સૈનિકોના પરિવારોને સન્માનિત કર્યા. રક્ષા મંત્રીએ અહીં હવલદાર શહીદ બલજીત સિંહની માતા સહિત અનેક શહીદોના પરિવારોને સન્માનિત કર્યા.

    આ અવસરે બિહારના ખગડિયા જિલ્લાના સૈનિક કિશોર કુમારના પરિવારને પણ સન્માનિત કરવામાં આવ્યા. જ્યાં તેમની માતા મંચ ઉપર આ સન્માન માટે પહોંચીફ સન્માન લેતાં જ શહીદ કિશોરની માતા, રક્ષા મંત્રીની સામે ચોધાર આંસુએ રડી પડ્યા. આ જોઈ ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ગમગીન થઈ ગઈ.

    આ પણ વાંચો, Agenda India: દેશમાં કોઇ શિક્ષા અને પ્રદુષણની વાત નથી કરતુંઃ સિબ્બલ

    ઉલ્લેખનીય છે કે, કાશ્મીરના પુંજમાં 4 ફેબ્રુઆરી 2018ના રોજ થયેલા આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સૈનિક કિશોર કુમાર હિંમતથી લડ્યા પરંતુ અચાનક એક ગ્રેનેડની લપેટમાં આવ્યા બાદ તેની હાલત ખૂબ ગંભીર થઈ ગઈ. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ 6 દિવસના સંઘર્ષ બાદ તેઓએ તમામને અલવિદા કહી દીધું.

    આ પણ વાંચો, Agenda India: શું ઇન્ટેલિજન્સ ફેલિયર પર સવાલ ન પૂછવા જોઈએ? -સુરજેવાલા

    આ પણ વાંચો, Agenda India: પીએમ મોદીએ પુલવામા હુમલા પર રાજકારણ કર્યું- મનીષ તિવારી
    Published by:Mrunal Bhojak
    First published: