News18 Afternoon Digest: સોનુ સૂદે UPSC CSE સહિતના કોર્સ માટે શરુ કરી સ્કોલરશિપ, RSSની ‘પાંચજન્ય’ના નિશાના પર ‘એમેઝોન’ અને અન્ય સમાચારો

સોનુ સુદની સ્કોલરશીપ આપવાની જાહેરાત, આ ઉપરાંત 28મી સપ્ટેમ્બરના બપોરના મુખ્ય સમાચારો

27th September Top News : અભિનેતા સોનુ સૂદે ગરીબ બાળકોના શિક્ષણ માટે પહેલ કરીને પોતાના ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશિપની જાહેર કરી છે; ઇન્ફોસીસ બાદ RSSથી જોડાયેલ ‘પાંચજન્ય’એ પણ એમેઝોનને ઝપટમાં લીધી છે, ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ સાથે સરખાવી; આજે ભારત બંધ, UP અને પંજાબના મુખ્ય માર્ગો પર અસર; કોલકાતાના કોવિડ સર્વાઇવર પોતાનો અવાજ ગુમાવી રહ્યા છે, ડોક્ટરોએ કહ્યું ચિંતા ન કરો. આવા અન્ય સમાચારો વાંચો આજના Afternoon Digestમાં...

 • Share this:
  કોરોના કાળમાં (coronatimes Hero) પરપ્રાંતિઓના મદદગાર બનેલા અભિનેતા સોનુ સૂદે (Sonu sood) હવે ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પહેલ કરી છે. પ્રતિભાશાળી હોવા છતાં ઉચ્ચ અભ્યાસ ન કરી શકતા બાળકોને સોનુ સૂદનું ફાઉન્ડેશન સ્કોલરશિપ (Sonu Sood Foundation Scholarship) આપશે. તો IAS અને કાયદાના વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ પણ (Sood Foundation IAS Coaching) પૂરું પાડવામાં આવશે. તેમને આ સ્કોલરશિપ સોનુ સૂદના એનજીઓ ‘સૂદ ચેરિટી ફાઉન્ડેશન’ (Sood Charity Foundation) દ્વારા આપવામાં આવશે. આ એનજીઓએ સોનુ સૂદના સદગત માતા સરોજ સૂદના નામે એક સ્કોલરશિપ શરુ કરી છે જે વિદ્યાર્થીઓને ગુણવત્તાભર્યું શિક્ષણ આપશે. આ શિષ્યવૃત્તિ એવા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી વધુ ન હોય તેમને પૂરી પાડવામાં આવશે.

  પાંચજન્ય’ (PanchJanya)એ  એમેઝોન (Amazon) ને ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની 2.0’ (East Indian Company) ગણાવી

  RSSથી જોડાયેલા સામયિક ‘પાંચજન્ય’ (PanchJanya)એ ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) પર નિશાનો સાધીને તેને ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની 2.0’ (East Indian Company) ગણાવી છે. ‘પાંચજન્ય’એ એમેઝોન પર આરોપ મૂક્યો છે કે તેમને અનુકૂળ સરકારી નીતિઓ બને એટલા માટે કંપનીએ કરોડો રૂપિયાની લાંચ આપી છે. 3 ઓક્ટોબરની લેટેસ્ટ આવૃત્તિમાં ‘પાંચજન્ય’એ એમેઝોનની તીવ્ર નિંદા કરતી કવર સ્ટોરી છાપી છે. ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની 2.0’ શીર્ષક ધરાવતા આર્ટીકલમાં લખ્યું છે કે, ‘18મી સદીમાં ભારત પર કબજો મેળવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે પણ કર્યું હતું, એ જ પ્રવૃત્તિ આજે એમેઝોન કરી રહી છે. એમઝોન ભારતીય માર્કેટમાં એકહથ્થુ શાસન કરવા માગે છે અને આમ કરવા માટે આ ઈ-કોમર્સ કંપનીએ ભારતીય નાગરિકોની આર્થિક, રાજકીય અને વ્યક્તિગત સ્વતંત્રતા પર કબજો કરવાની પહેલ શરુ કરી નાખી છે.’

  કૃષિ કાયદા (New Agriculture Laws) સામેના વિરોધમાં આજે ખેડૂત સંગઠનોએ ભારત બંધનો (Bharat Bandh) એલાન કર્યો

  કૃષિ કાયદા (New Agriculture Laws) સામેના વિરોધમાં આજે ખેડૂત સંગઠનોએ ભારત બંધનો (Bharat Bandh) એલાન કર્યો છે અને જાહેરાત કરી છે કે તેઓ દિલ્હીને જોડતી તમામ સરહદો બંધ કરી નાખશે. પરિણામે ઉતર પ્રદેશ (Uttar Pradesh) અને પંજાબ પોલીસે (Punjab Police) ટ્રાફિક ડાઈવર્ઝન અંગે એડવાઈઝરી જારી કરી છે. તો દિલ્હી પોલીસે કહ્યું છે કે શહેરની હદ પર ચાલતાં ત્રણ વિરોધ મોરચાઓમાંથી કોઈ પણ વિરોધીઓને રાજધાનીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. ‘ભારત બંધને ધ્યાનમાં રાખતાં સાવચેતીના પગલાં તરીકે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સરહદી વિસ્તારમાં ચેકપોસ્ટ પર કડકાઈથી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઇન્ડિયા ગેટ અને વિજય ચોક સહિતના સ્થળોએ ટીમ તૈનાત છે.’

  કોલકાતામાં કોરોનાથી (Kolkatta Post Covid Recovery Patients) સાજા થયેલા લોકોમાં ટૂંક સમય માટે અવાજ જતો રહેવાની ફરિયાદ

  કોલકાતામાં કોરોનાથી (Kolkatta Post Covid Recovery Patients) સાજા થયેલા લોકોમાં ટૂંક સમય માટે અવાજ જતો રહેવાની ફરિયાદ સામે આવતાં ઘણાંની બેચેની વધી ગઈ છે. જોકે, ડોક્ટર્સે જણાવ્યું છે કે આમાં ચિંતા જેવી કોઈ વાત નથી કેમકે કોવિડ બાદ કંઠમાં લાગેલા ચેપનો સંપૂર્ણપણે ઈલાજ થઈ શકે છે. નિષ્ણાતોના મતે કેટલાંક દર્દીઓમાં લંગ ફાઈબ્રોસીસના લીધે કર્કશ અવાજ જોવા મળે છે અથવા સપ્તાહો સુધી અવાજ ચાલ્યો જાય છે એ સીધું કોરોનાને લીધે નથી થતું, પણ કોરોના વ્યક્તિને ગળા સંબંધિત ચેપ માટે સંવેદનશીલ બનાવે છે જેથી તેમને ગૂંગળામણ થાય છે. CMRI હોસ્પિટલના ડિરેક્ટર ઓફ પલ્મોનોલોજી રાજા ધર આ મુદ્દે કહે છે કે, અવાજમાં વર્તાતી આંશિક ખોટ લાંબા સમય સુધી નહીં રહે. ઘણાં લોકો એવા છે જેમનો અવાજ પંદર દિવસથી ત્રણ અઠવાડિયામાં પાછો આવી ગયો હોય.

  ત્રિપુરાના મુખ્યંત્રી બિપ્લબ કુમારે (Tripura CM Biplab Deb) અધિકારીઓને કોર્ટના અનાદરથી ન ડરવાનું કહીને ફરી વિવાદનો વંટોળ ઊભો કર્યો

  ત્રિપુરાના મુખ્યંત્રી બિપ્લબ કુમારે (Tripura CM Biplab Deb) અધિકારીઓને કોર્ટના અનાદરથી ન ડરવાનું કહીને ફરી વિવાદનો વંટોળ ઊભો કર્યો છે. તેમણે કહ્યું હતું કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટથી (Contempt of Court) ડરવાની જરૂર નથી, તેઓ આવા કેસ હેન્ડલ કરી લેશે. ‘કોર્ટ ઓર્ડર આપશે પણ હુકમનું પાલન પોલિસ કરશે અને પોલિસ મારા હેઠળ છે.’ શનિવારે રબિન્દ્ર ભવન ખાતે TCS અધિકારીઓની દ્વિવાર્ષિક કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘મેં ઘણાં એવા અધિકારીઓને એવું કહેતાં સાંભળ્યા છે કે તેઓ જે-તે કામ નહીં કરી શકે કેમકે તેનાથી કોર્ટનો અનાદર થશે. પણ ડરવું શા માટે? કોર્ટ જજમેન્ટ આપશે, પણ પોલિસ તેને અમલમાં લાવશે અને પોલિસ મારા નિયંત્રણમાં આવે છે. પોલિસની કેટલીક રીતો છે અને હું તેનો છેવટ સુધી સાક્ષી છું.’

  કુપ્પુરુ ગડ્ડુગે સંસ્થાન મઠના પ્રમુખનું નિધન થતા તેના 13 વર્ષીય ભત્રીજાને નવા પ્રમુખ બનાવવામાં આવ્યા

  કર્ણાટકના તુમકુરુ જીલ્લાના ચિક્કનાયકણા તાલુકામાં આવેલા કુપ્પુરુ ગડ્ડુગે સંસ્થાન મઠના પ્રમુખનું નિધન થતા તેના 13 વર્ષીય ભત્રીજાને નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કાયદા અને સંસદીય બાબતોના મંત્રી જેસી મધુસ્વામીએ કહ્યું કે, ઉત્તરાધિકાર મહંતની ઈચ્છા મુજબ થયો છે. તેમની ઈચ્છા હતી કે તેમના નિધન બાદ તેમના ભત્રીજાને જ મઠનો આધિપતિ બનાવવામાં આવે. તેમણે જણાવ્યું કે આ મઠ 500 વર્ષ જૂનો છે. પૂર્વ પ્રમુખ યતીશ્વર શિવાચાર્ય સ્વામીનું કોવિડની ઝપટમાં આવ્યા બાદ હાર્ટ અટેકથી અવસાન થયું હતું.

   Signal ટેકનિકલ ઈશ્યુને લીધે ડાઉન

  WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીના વિવાદને લીધે પોપ્યુલર બનેલી મેસેજિંગ એપ Signal ટેકનિકલ ઈશ્યુને લીધે ડાઉન થઈ ગઈ છે. Signalએ આ સ્વીકારીને કહ્યું છે કે તેમની ટીમ એપ પાછી ચાલુ કરવા માટે કામ કરી રહી છે. સિક્યોર મેસેજિંગ માટે જાણીતી Signal મોટાભાગના યુઝર્સ માટે રવિવારની રાતથી જ બંધ થઈ ગઈ છે. સોમવારે સવાર સુધીમાં ૧૨૦૦ જેટલી આઉટેજ રિપોર્ટ નોંધાઈ છે. Downdetector પર આઉટેજ મેપ મુજબ USમાં સૌથી વધુ ફરિયાદ છે. ભારતમાં આ આઉટેજ કેટલું મોટું હતું એની જાણકારી નથી પણ ટ્વિટર પર કેટલાંક યુઝર્સે જણાવ્યું છે કે તેઓ આ એપને લઈને મુશ્કેલી અનુભવી રહ્યા છે.
  Published by:Jay Mishra
  First published: