Big News: કેન્દ્ર સરકાર આગામી મહિને સ્કૂલો ખોલવા માટે બનાવી રહી યોજના, જાણો - આ છે પૂરો પ્લાન

News18 Gujarati
Updated: August 8, 2020, 3:38 PM IST
Big News: કેન્દ્ર સરકાર આગામી મહિને સ્કૂલો ખોલવા માટે બનાવી રહી યોજના, જાણો - આ છે પૂરો પ્લાન
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર આ મામલે ગાઈડલાઈન આ મહિનાના અંત સુધીમાં નોટિફાઈ કરવામાં આવી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીને લગભગ 6 મહિના થઈ ચુક્યા છે, પરંતુ હજુ સુધી સ્કૂલો ખોલવાને લઈ કઈ સ્પષ્ટ નથી થઈ શક્યું. સ્કૂલ ખોલવાનો પ્રશ્ન એવો છે કે, જેનો જવાબ સ્કૂલ, પેરેન્ટસ અને બાળકો બધા જ શોધી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે ભારતમાં કોરોના વાયરસના 20 લાખથી વધારે કેસ સામે આવી ચુક્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર સ્કૂલો ખોલવા પર વિચાર કરી રહી છે.

કેન્દ્ર સરકાર સ્કૂલ ખોલવાની બનાવી રહી યોજના

ઈન્ડીયા ટૂડેના સમાચાર અનુસાર, કેન્દ્ર સરકાર સ્કૂલને સપ્ટેમ્બરમાં ખોલવાની યોજના બનાવી રહી છે. સરકાર સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે તબક્કાવાર સ્કૂલ ખોલવાનો વિચાર કરી રહી છે. આમાં પ્રથમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવામાં આવશે, ત્યારબાદ 6થી 9 ધોરણ માટે સ્કૂલો ખોલવાની યોજના છે. યોજના અનુસાર, પહેલા તબક્કામાં ધોરણ 10 અને 12મના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવાનું કહેવામાં આવશે. જો સ્કૂલમાં ચાર સેક્શન હશે તો, એક દિવસમાં માત્ર બે સેક્શનમાં અભ્યાસ શરૂ કરાશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું સારી રીતે ધ્યાન રાખી શકાય.

કેટલીક શિફ્ટમાં ચાલશે સ્કૂલો

આ સિવાય સ્કૂલના ટાઈમિંગને અડધો કરી દેવામાં આવશે. સ્કૂલ ટાઈમિંગને 5-6 કલાકથી ઘટાડી 2-3 કલાક કરવા પર વિચાર ચાલી રહ્યો છે. અબ્યાસ શિફ્ટમાં કરાવવામાં આવશે, સાથે સ્કૂલને સેનેટાઈઝ કરવા માટે પણ વચમાં એક કલાકનો સમય આપવામાં આવશે. આ સિવાય સ્કૂલોને 33 ટકા સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે રન કરવામાં આવશે. ચર્ચામાં એ પણ સામે આવ્યું કે, સરકાર પ્રાઈમરી અને પ્રી-પ્રાઈમરી સ્તરના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનું ઉચીત નથી માની રહી. એવી સ્થિતિમાં ઓનલાઈન અભ્યાસ જ ઠીક રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, આ મામલે ગાઈડલાઈન આ મહિનાના અંત સુધીમાં નોટિફાઈ કરવામાં આવી શકે છે. જોકે, આ મામલે અંતિમ નિર્ણય રાજ્યો પર છોડવામાં આવી શકે છે.

આ પણ વાંચોરાહતના News: ભારતમાં 250 રૂપિયાથી પણ સસ્તી મળશે Corona વેક્સીન, થયો કરાર રાજ્યોના શિક્ષણ સચિવોને મોકલવામાં આવ્યો પત્ર

રાજ્યોના શિક્ષણ સચિવોને આ સંબંધમાં ગત અઠવાડીએ એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં પેરેન્ટ્સ પાસે સ્કૂલો ખોલવા માટે ફીડબેક લેવાનું કહેવામાં આવ્યું છે, અને એ પણ જાણવાનું કહેવામાં આવ્યું છે, પેરેન્ટ્સ ક્યારથી સ્કૂલો ખુલે તેવું ઈચ્છે છે. આ મામલામાં કેટલાક રાજ્યોએ પોતાનું એસેસમેન્ટ મોકલી દીધુ છે. આ અનુસાર, હરિયાણા, કેરળ, બિહાર, આસામ અને લદ્દાખે ઓગસ્ટમાં તો રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશે સપ્ટેમ્બરમાં સ્કૂલો ખોલવાની વાત કરી છે.

આ પણ વાંચોસ્વીડન વૈજ્ઞાનિકે કહ્યું, માસ્ક વગર અને લોકડાઉન વગર પણ હારી શકે છે Corona

પેરેન્ટ્સ બાળકોને સ્કૂલે મોકલવાનું નથી ઈચ્છતા

જોકે, તમામ પેરેન્ટ્સ હજુ પણ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલવાની સ્થિતિમાં નારાજ છે. થોડા દિવસ પહેલા પણ જ્યારે સ્કૂલો ખોલવૈાની વાત કરવામાં આવી હતી ત્યારે પણ પેરેન્ટ્સે તેનો વિરોધ કર્યો હતો. તેમને લાગે છે કે, સ્કૂલો ખોલવાથી તેમના બાળકોના સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે.

શું છે દુનિયાની સ્થિતિ

આમ તો સરકારનું કહેવું છે કે, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશે સ્કૂલો ખોલી દીધી છે. પરંતુ, સાથે એ પણ ધ્યાન આપવા જેવી વાત છે કે, ઈઝરાયલ જેવા દેશે સ્કૂલો ખોલ્યા બાદ એક મહિનાની અંદર સ્કૂલો ફરી બંધ કરવી પડી છે. કેમ કે, કોરોના વાયરસના મામલા ખુબ ઝડપથી વધવા લાગ્યા હતા.
Published by: kiran mehta
First published: August 8, 2020, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading