ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન હવે બન્યું ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિયેશન

પ્રતિકાત્મક તસવીર

NBAમાં દેશના ટોપ રેટેડ ન્યૂઝ ચેનલ સામેલ છે. જેની પાસે ભારતની 80 ટકાથી વધારે ન્યૂઝ ટેલિવિઝન વ્યૂઅરશિપ છે

 • Share this:
  નવી દિલ્હી : ન્યૂઝ બ્રોડકાસ્ટર્સની સૌથી મોટી બોડી ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (News Broadcasters Association-NBA)નું નામ બદલી નાખવામાં આવ્યું છે. હવે આ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિયેશનના (News Broadcasters & Digital Association-NBDA) નામથી ઓળખવામાં આવશે. NBAમાં દેશના ટોપ રેટેડ ન્યૂઝ ચેનલ સામેલ છે. જેની પાસે ભારતની 80 ટકાથી વધારે ન્યૂઝ ટેલિવિઝન વ્યૂઅરશિપ છે.

  ટેકનોલોજીના કારણે મીડિયામાં ઘણો ફેરફાર આવ્યો છે. દર્શકો સુધી ન્યૂઝ પહોંચાડવા માટે ઘણા માધ્યમો બની ગયા છે અને ભવિષ્ય ડિજિટલનું નજર આવી રહ્યું છે. જેથી એનબીએ બોર્ડે ડિજિટલ મીડિયા બ્રોડકાસ્ટર્સને પોતાના સદસ્યોના રૂપમાં સામેલ કરવા માટે NBAનું નામ બદલીને NBDA કરવાનો નિર્ણય કર્યો છે.

  નિર્ણયની જાહેરાત કરતા એનબીએના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું કે એનબીએ પોતાના દાયરામાં ડિજિટલ મીડિયા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સને લાવવાનો નિર્ણય કર્યો છે. પોતાના નવા ફેઝમાં ડિજિટલ મીડિયા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સને સામેલ કરવાની સાથે એનબીએ બોર્ડ NBAનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. હવે આ નામ NBDA રહેશે.

  આ પણ વાંચો - એક હજાર રૂપિયાના રોકાણ દ્વારા મેળવી શકો છો લાખોનું ફંડ, જાણો ક્યાં લગાવી શકો છો પૈસા?

  તેમણે કહ્યું કે મારો દ્રઢ વિશ્વાસ છે કે NBDA બ્રોડકાસ્ટ અને ડિજિટલ મીડિયા, બંને માટે એક મજબૂત સામૂહિક આવાજ બનશે. કર્મેશિયલ અને રેગ્યુલેટરી મુદ્દા સાથે આ એસોસિયેશન ભારતના સંવિધાનમાં મીડિયાને આપેલી ફ્રી સ્પીચ અને અભિવ્યક્તિની ગેરન્ટીના મૌલિક અધિકારની રક્ષા કરવામાં સક્ષમ કરશે.

  ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનનું ગૌરવ 14 વર્ષ પહેલા એક સ્વતંત્ર સેલ્ફ રેગ્યુલેટરી બોડી ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ ઓથોરિટી (NBSA)ની સ્થાપના કરવાનું રહ્યું છે. NBSAના ભારતના સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત જજો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની અધ્યક્ષતામાં ફરિયાદોને હલ કરનારી સિસ્ટમ અને પ્રક્રિયાની સ્થાપનાની છે. એનબીડીએ બોર્ડે નિર્ણય કર્યો છે કે ડિજિટલ મીડિયા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સને સામેલ કરવાની સાથે-સાથે ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટેન્ડર્ડ ઓથોરિટી (NBSA)નું નામ ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ સ્ટેન્ડર્ડ ઓથોરિટી (NBDSA)કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published: