Home /News /national-international /

News 18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટ, તૈયારી ભારતીય સદીની

News 18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટ, તૈયારી ભારતીય સદીની

વૈશ્વિક GDPની 3.2% ના દરે વૃદ્ધિ થતા વિશ્વની અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે, ત્યારે જ આગામી વર્ષોમાં ભારતની GDP લગભગ 7.5% ના દરે વધશે તેવું માનવામાં આવે છે

વૈશ્વિક GDPની 3.2% ના દરે વૃદ્ધિ થતા વિશ્વની અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે, ત્યારે જ આગામી વર્ષોમાં ભારતની GDP લગભગ 7.5% ના દરે વધશે તેવું માનવામાં આવે છે

  21મી સદીમાં આપણને ઘણા પરિવર્તન જોવા મળશે. પછી ભલે તે સામાજિક-આર્થિક, રાજકીય કે પછી તકનીકી હોય. પણ તેના મહત્વને ઉમેરીએ તો તે વિક્ષેપજનક બાજુ પર છે. હાલની તારીખમાં દુનિયા વધુ કનેક્ટેડ છે, પરંતુ સમાજ અલગ પડી રહ્યો છે. ઇકોલોજીકલ પરિવર્તન અને પડકારો દિવસે ને દિવસે વધી રહ્યા છે અને વિશ્વને એક ક્રમ, સકારાત્મક પરિવર્તન અને માર્ગદર્શનની તીવ્ર જરૂર છે. પરંતુ ભારતની ગણતરી એક વૈશ્વિક બળ તરીકે થતાં ભારત સતત આગળ વધી રહ્યો છે, જે એક આશાની કિરણ સમાન છે. વૈશ્વિક GDPની 3.2% ના દરે વૃદ્ધિ થતા વિશ્વની અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે, ત્યારે જ આગામી વર્ષોમાં ભારતની GDP લગભગ 7.5% ના દરે વધશે તેવું માનવામાં આવે છે. આ સાથેજ, 2030 સુધીમાં ભારતને 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાનો હેતુ એ દેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની માનસિકતા સાથે એકરસ ચાલે છે.

  ભારત વૈશ્વિક સ્તરે પેરિસ આબોહવા કરારનો એક મુખ્ય ભાગ રહ્યો છે અને 2020માં તે ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણને મદદ કરવા માટે એક લાંબા ગાળાની વ્યૂહરચના વિકસાવશે એવી ધારણા છે. આ વાત દર્શાવે છે કે ભારત ટકાઉ ભવિષ્યમાં આગળ વધવા માટે તૈયાર છે. આપણા દેશની અડધી વસ્તી કારીગર વર્ગની છે જેનો દેશને ઘણો ફાયદો થઇ શકે છે. ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સમાં ભારતે સતત નવ વર્ષ પોતાની રેન્ક સુધારીને હવે 52 માં સ્થાને છે. આ સુધારણા સાથે જ, તે વિશ્વ બેન્કના ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં 65 દેશોને પાછળ મૂકીને આગળ આવ્યું છે, જે રોકાણકારોનો ભારત દેશમાં આત્મવિશ્વાસ શ્રેષ્ઠ રીતે બતાવે છે. જ્યારે નવીનતા અને તકનીકીની વાત કરવામાં આવે છે, ત્યારે ભારતે દર વર્ષે ઇનોવેશનમાં ક્રમિક વૃદ્ધિ નોંધાવી છે, અને ડિજિટલ ડોમેનમાં ઉદ્યોગસાહસિકો વધ્યા છે અને શિક્ષણ તેમજ સોફ્ટવેરના વિકાસે દેશને વિશ્વમાં શ્રેષ્ઠ સ્થાન અપાવ્યું છે.

  આર્થિક સ્થિતિને સરળ બનાવતી જન ધન યોજના, વૈશ્વિક સ્વાસ્થ્ય કવરેજ માટે આયુષ્માન ભારત પહેલ, ભારતને ગ્રામીણ વીજળીકરણ તરફ આગળ વધારતી ઉજ્જવલા અને સૌભાગ્ય પહેલ, આવી ઘણી પહેલને કારણે દેશના વિકાસમાં ઝડપી વૃદ્ધિ આવી છે.

  ભારત એક સ્થિર અર્થવ્યવસ્થા તરફ ધ્યાન આપી રહ્યું છે જેથી દેશના તમામ નાગરિકોને મોટો ફાયદો થશે. દેશની વસ્તીને ધ્યાનમાં રાખીએ તો આ એક સારી સિદ્ધિ છે અને આ તો ફક્ત શરૂઆત છે. નવી દિલ્હી ખાતે 18 માર્ચે યોજાનારી News 18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં આ આ વિશે અને આનાથી પણ વધુ પ્રકાશિત અને ચર્ચિત કરવામાં આવશે. તો ભારતના વિકાસ વિષે વધુ માહિતી મેળવવા આ કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં

  નોંધ : Covid-19 હેલ્થકેર કટોકટીને ધ્યાનમાં રાખીને ધ ન્યૂઝ18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટને મુલતવી રાખવામાં આવી છે. આ અંગેની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. કોરોના વાયરસનો ખતરો ટળ્યા પછી અમે ફરીથી આ સમિટનું આયોજન કરવા માટે આતુર છીએ.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: New Delhi, News 18, News 18 rising india summit

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन