ભારતના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 દ્વારા યોજવામાં આવેલ રાઈઝિંગ ઈન્ડીયા સમિટના બીજા દિવસે, રાઈઝિંગ ઈન્ડિયાના બીજા સત્રમાં મેઘાલયના સીએમ કોનરાડ સંગમા અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેદી રાવત ન્યૂઝ18ના ભૂપેન્દ્ર ચૌબે અને અમીશ દેવગન સાથે વાતચીત કરી રહ્યાં છે. તો જોઈએ તેમણે શું કહ્યું?
મેઘાલયમાં એનપીપીએ સૌથી મોટી પાર્ટી ન હોવા છતા સરકાર બનાવી લીધી. આના પર સીએમ કોનરાડ સંગમાએ કહ્યું કે, મોટાભાગની સીટો ગેર કોંગ્રેસી પાર્ટીઓને મળી. અમે બધા સત્તા બદલવા માંગતા હતા તેથી કોઈ જ વાદ-સંવાદ વગર બધા જ અમારા સાથે મળી ગયા અને અમારી સરકાર બની ગઈ. મેઘાલયને પરિવર્તન જોઈતું હતું.
કોનરાડ સંગમાએ વધુમાં કહ્યું કે, મોદી સરકારનો ફોકસ નોર્થ ઈસ્ટના વિકાસ પર છે. સોશિયલ મીડિયા દ્વારા નોર્થઈસ્ટ સાથે યુવા જોડાયા. મોદી સરકારનું ફોકસ શિક્ષા, સ્વાસ્થ્ય પર સૌથી વધારે.
આ બાજુ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેદી રાવતે કહ્યું કે, રાહુલ ગાંધીને ભારતમાં કોઈ સિરીયસલી લેતું નથી. અમને પણ લાગ્યું ન હતું કે, અમે નોર્થ ઈસ્ટમાં સરકાર બનાવીશું. રાહુલ ગાંધીને હજું ઘણું બધુ શિખવાની જરૂરત છે. તેઓ એક સન્માનિય ઉંમરમાં પહોંચી ગયા છે. પરંતુ તેમનું રાજકિય વિઝન ક્લિયર નથી.
ત્રિવેદી રાવતે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી જ નહી હું હરિશ રાવતને પણ સીરિયસલી લેતો નથી, ઉતરાખંડની જનતા પણ તેમને સીરિયસલી લેતા નથી. તેઓ જે કહે છે તેનું ઉલ્ટું કરે છે. તેઓ પોતાની સીટ બદલતા રહ્યા અને યુવા નેતાઓએ તેમને હરાવી દીધા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર