ભારતના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 દ્વારા યોજવામાં આવેલ રાઈઝિંગ ઈન્ડીયા સમિટના બીજા દિવસે, રાઈઝિંગ ઈન્ડિયા સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વીડિયો કોન્ફરંસ દ્વારા જોડાયા અને ન્યૂઝ 18 સાથે રામમંદિર, સ્થાનિક ચૂંટણી, કાશ્મીર મુદ્દે મહત્વની વાતચીત કરી. તો જોઈએ યોગી આદિત્યનાથે શું કહ્યું?
ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણી હાર્યા બાદ યોગી આદિત્યનાથે કહ્યું કે, ન જીત તેમને ઉત્સાહિત કરે છે કે ના હાર તેમને ડિપ્રેસ કરે છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, પેટાચૂંટણીમાં કેટલાક સ્થાનિક કારણો પણ હોય છે. જેમ કે, ઘણી વાર લોકો વોટ આપવા માટે આવતા નથી.
ગોરખપુર પેટાચૂંટણી હાર માટે યોગીનું દિલ્હી-નોઈડા આવવા પાછળનું કારણ જણાવતા યોગીએ કહ્યું કે, તેઓ યોગી છે અને તેમનું કામ જ અશુભને શુભ કરવાનું છે. યોગીએ કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં જ નોયડા આવવાના છે અને નોયડાથી તેમની હાર-જીત સાથે કોઈ જ સંબંધ નથી.
'અહંકારની સરકાર' પાડવાને લઈને સોનિયા ગાંધીના નિવેદન પર યોગી આદિત્યનાથે કહ્યું કે, તેઓ કોંગ્રેસની ગભરાહટ છે તેથી તેઓ આવું કહી રહ્યાં છે. આદિત્યનાથે કહ્યું કે, કોંગ્રેસ અથવા કોઈ પણ પાર્ટીમાં બીજેપી સાથે સીધી ટક્કર લેવાની તાકાત નથી.
યોગી આદિત્યનાથે કહ્યું કે, કોઈ પાર્ટી એકલી બીજેપીનો સામનો કોઈ કરી શકતો નથી. પાર્ટીઓ ગંઠબંધન કરે. ગઠબંધનનો નેતા નક્કી કરે કે રાહુલ ગાંધી હશે કે, અખિલેશ હશે પછી જોઈશું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, વિધાનસભા ઈલેક્શનમાં તો તેમની પાર્ટીએ પણ કોઈ નેતા નક્કી કર્યો નહતો. તેમનું નામ પાછળથી નક્કી કરવામાં આવ્યું હતું. તેના જવાબમાં યોગીએ કહ્યું કે, તેમના નેતા નરેન્દ્ર મોદી હતા
ગોરખપુર હાર પર યોગીએ જવાબ આપતા કહ્યું કે, બધા લોકોને લાગી રહ્યું છે કે, બીજેપી જીતી રહી છે. તેથી બીજેપીએ ન ડોર ટૂ ડોર કેમ્પેન કર્યુ અને તેથી જ મતદાતાઓ વોટ નાંખવા માટે આવ્યા નહતા. વોટિંગ ટકાવારીમાં તે સમજી શકાય છે કે, યોગીએ કહ્યું કે, દરેક વોટર તે અનુભવી રહ્યો છે કે, જો તેઓ વોટ આપવા માટે ગયા હોતા તો આવું ના થતું. મતલબ કે, વધારે આત્મવિશ્વાસ હારનું કારણ છે.
સીએમ યોગીએ કહ્યું કે, ભૂલમાંથી શિખામણ લેતા તેમની પાર્ટીએ સપા-બસપા ગઠબંધન વિરૂદ્ધ રણનીતિ બનાવી લીધી છે. જોકે તેમને આ બાબતે વધારે જાણકારી આપી નહતી, તેમણે કહ્યું કે, રણનીતિની જાણકારી આપવાની ન હોય, જે તે સમયે આપો-આપ ખબર પડી જશે.
રામ મંદિર મુદ્દેના પ્રશ્ન પર યોગી આદિત્યનાથે જણાવ્યું કે, રામજન્મભૂમિનો મુદ્દો અમારી માટે ઈલેક્શનનો મુદ્દો નથી. આ આસ્થા સાથે જોડાયેલ મુદ્દો છે. મને વિશ્વાસ છે કે, આના પર નિર્ણય આવશે. હું માનું છું કે, ,સૌહાર્દ માટે, વિકાસ માટે અને ઘણા વર્ષોથી ચાલતી સમસ્યાના સમાધાન માટે નિર્ણય આવવો જોઈએ.
શું યુપીમાં મુસ્લિમોને ડરીને રહેવું જોઈએ? આ પ્રશ્નના જવાબમાં યોગીએ કહ્યું કે, તેમની સરકારને એક વર્ષ થવા આવ્યું છે. યૂપીમાં કોઈ ડરીને રહી રહ્યું નથી. બધા જ તહેવાર સાથે મળીને મનાવવામાં આવે છે. 15 વર્ષ બાદ એવું થયું કે વર્ષભર યૂપીમાં કોઈ દંગો થયો નહી. કાસગંજમાં થયેલી ઘટના એક અકસ્માત હતો તેને દંગો ન કહી શકાય.
યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશને પંથનિરપેક્ષ હોવું જોઈએ ધર્મ નિરપેક્ષ હોવું જોઈએ નહી. જો સેક્યુલર થવાનો મતલબ પંથ નિરપેક્ષ છે તો હિન્દુથી મોટો સેક્યુલર કોઈ નથી, તેમને કહ્યું કે, તથાકથિત સેક્યુલર લોકો ભારતની પંરપરાઓ, મહાપુરુષોને અપશબ્દો બોલવાને સેક્યુલરિઝ્મ કહે છે.
આવનાર વર્ષે થનાર લોકસભા ઈલેક્શનને લઈને યોગી આદિત્યનાથે કહ્યું કે, આ વખતે ઉત્તર પ્રદેશમાંથી બીજેપી 80 સીટો પર જીત મેળવશે. તમને જણાવી દઈએ કે, યૂપીમાં લોકસભાની 80 સીટો છે. એટલે યોગીજી અનુસાર યૂપીની બધી જ સીટો એકમાત્ર ભાજપ જ જીતશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર